પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

દર તપાધન વિનોબા વિનાબાને હૃદયસ્પર્શી કાગળ આખ્યા : “પૂ. બાપુજીની પવિત્ર સેવામાં, નાલવાડી વર્ધાથી દોઢ માઈલ દૂર કેવળ હરિજનાની વસ્તીનું ગામડું છે. તા. ૨૫મીએ હરિસ્મરણ કરી ત્યાં રહેવાનો છું. વર્ધાનું આશ્રમ સ્થપાયું તેને હવે બાર વર્ષ થશે. એક સત્ર સમાપ્ત થયું. અનુભવ સારો મળ્યો. કર્તાપણાની ભાવના ગઈ. ઈશ્વર જ છે એવી પ્રતીતિ થઈ. આટલાં વર્ષ હું વર્ધામાં રહ્યો નથી, આપની આજ્ઞામાં રહ્યો છું. આપના આશીર્વાદ સિવાય આ દુનિયામાં બીજું બધું શૂન્ય છે. આ બાર વર્ષોમાં વ્રતોનું પાલન કરવાના સતત પ્રયત્ન કર્યો એમ કહી શકું. છતાં ઘણી અપૂર્ણતા જોઉં છું. મારી ઈશ્વરને વિષે જેટલી ભક્તિ તેના કરતાં ઈશ્વરની મારા ઉપર કૃપા બહુ જ વધારે જોઈ. “ આપના આશીર્વાદથી તો હું સંપૂર્ણ વીંટળાયેલો છું એમ જાણું છું. છતાં તેની જ યાચના કરવાને સારુ આ લખી રહ્યો છું. આપના તુચ્છ સેવકની સંભાળ કરજે. આપના મહાયજ્ઞમાં હોમાઈ જવાની ઈશ્વરની પાસેથી તેને પાત્રતા અપાવજો. ભવિષ્યને માટે કંઈ સૂચનાએ કરવી હોય તે. વિનાબાના દંડવત પ્રણામ.” વજુથીયે કઠોર સમા ભાસતા વિનાબાના કુસુમથીયે મૃદુ હૃદયમાંથી નીતરતી ભક્તિના સુપુષ્પથી વધારે મધુર બીજું શું હોઈ શકે ? “ ધર્મમણિ મીન’વાળું ભજન ગાતાં ગાતાં ઘણી વાર બાપુની ભક્તિમાળના મણિ ગણાવવાનું મન થઈ જાય છે, અને તેમાં તપેધન વિનાબાને પ્રથમ સ્થાન આપતાં બહુ સંકોચ થતા નથી. આવા પડ્યા છે ત્યાં સુધી બાપુની ધજા ફરકતી રહેવા વિષે શી શ કા છે ? હરિજનો બાપડા કેટલા વિનાબાને જાણતા હશે? પણ હરિજન ન જાણે તાય હરિ જાણે છે એટલે શી ચિતાર | બાપુએ પણ વત્સલતાનાં અશ્રુભીને કાગળ આના જવાબમાં મોકલ્યા : ૮૪ ચિ. વિનોબા, 2 “ તમારી ભક્તિ અને શ્રદ્ધા આંખમાંથી હર્ષનાં અશ્ર લાવે છે. હું એ બધાંને ચાગ્ય હોઉં કે ન હાઉં', પણ તમને તો એ ફળશે જ. તમે ભારે સેવાનું નિમિત્ત બનશે. નાલવાડી ગયા એ બરાબર જ છે. ભવિષ્યની સૂચના હમણાં તો આટલી જ: શરીર સાચવજો, દૂધત્યાગનો આગ્રહ ન રાખતા. અત્યારે સ્વધર્મ અસ્પૃશ્યતાનિવારણાદિ છે. હું જે લખ્યું કરું છું એ વાંચવાનો સમય કાઢી લેજે. બહુ હાતું નથી. મને કાગળ લખ્યાં કરજે. અઠવાડિયામાં એક લખાય તો બસ છે.”