પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૯૬ મહાદેવભાઈની ડાયરી છે તેને લીધે અત્યારે કદાચ તેમની વિવેકબુદ્ધિ ગૂંચાઈ ગઈ હોય. આવા શબ્દો કહેતાં મને દુ:ખ થાય છે. પણ જે હું આમ ન કહું તો પ્રાણુ સમાન વહાલા એવા “ અસ્પૃ’ના હિતને હુ’ વફાદાર ન રહી શકું. આખી દુનિયાના રાજ્ય માટે પણ તેમના હકોનો ભોગ હું ન આપું. હિંદુસ્તાનના તમામ “અસ્પૃસ્યા' વતી બોલવાનો ડો. આંબેડકર દાવો કરે છે, પણ તેમનો એ દાવો ખરો નથી, એમ જવાબદારીના પૂરા ભાન સાથે હું કહું" છું. તેમના કડેવા પ્રમાણે તો હિંદુ સમાજમાં મોટી ફેર પડે. એ શાંતિથી જોયાં કરવું મારે માટે શકય નથી. “ અસ્પૃસ્યો” ભલે મુસલમાન અથવા ખ્રિસ્તી થઈ જાય. તે હું સહન કરું પણ આ રીતે હિંદુ સમાજની થતી ખાનાખરાબી મારાથી સહી જાય એમ નથી. એમના કહેવા પ્રમાણે તે ગામડે ગામડે બે પક્ષે પડી જાય. * અસ્પૃસ્ય ’ના રાજકીય હકોની જે વાત કરે છે તેઓ હિંદુસ્તાનને એાળ ખતા નથી અને હિંદુ સમાજ કેવી રીતે રચાયેલ છે તે જાણતા નથી. તેથી મારાથી કહી શકાય એટલા આગ્રહથી હું કહું છું કે આ વસ્તુના વિરોધ કરનાર હું એકલે હોઈશ તોપણ મારા પ્રાણપણથી હું તેને વિરોધ કરીશ. સર સૅમ્યુઅલ હારને ગાંધીજીનો કાગળ ચરવડા સેન્ટ્રલ પ્રિઝન માર્ચ ૧૧, ૧૯૩૨ પ્રિય સર સેમ્યુઅલ, તમને કદાચ યાદ હશે કે ગોળમેજી પરિષદમાં લઘુમતીઓનો દાવો રજૂ કરવામાં આવ્યા ત્યારે મારા ભાષણને અંતે મેં કહ્યું હતું કે અંત્યજોને જે અલગ મતદારમંડળ આપવામાં આવશે તો પ્રાણાર્પણથી હું તેને વિરોધ કરીશ. આ મેં ક્ષણિક આવેશમાં અથવા તો ભાષાની છટામાં કહ્યું નહોતું. એ પૂરેપૂરા ગાંભીર્યથી ઉચારાયેલું વચન હતું. એ વચન અનુસાર 'હિંદુસ્તાનમાં પાછા આવીને અલગ મતદારમંડળ સામે, ખાસ કરીને અંત્યજોના અલગ મતદારમંડળ સામે, લોકમત સંગઠિત કરવાની મેં આશા રાખી હતી. પણ તેમ થવાનું નિર્માયું નહોતું. | મને જે છાપાં વાંચવાને આપવામાં આવે છે તે ઉપરથી હું જોઉં છું કે કોઈ પણ ક્ષણે આ બાબતમાં બ્રિટિશ સરકાર પોતાના નિર્ણય જાહેર કરે. પહેલાં મેં એમ ધારેલું કે અંત્યજોને માટે અલગ મતદાર