પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સર સૅમ્યુઅલ હારને ગાંધીજીને કાગળ - ૩૯૭ મંડળ રચનારી ઠરાવ જાડેર કરવામાં આવે ત્યારે મારી પ્રતિજ્ઞાનો અમલ કરવાને માટે જરૂરી જણાય તે પગલાં હું લઈશ. પણ મને લાગે છે કે અગાઉથી નોટિસ આપ્યા વિના હું કાંઈ કરું તો બ્રિટિશ સરકારને અન્યાય થાય. સ્વાભાવિક છે કે મારા એ વચનને જે મહત્ત્વ મેં આપ્યું છે તે મહત્ત્વ સરકારે ન આપ્યું હોય. અંત્યજોને માટે અલગ મતદારમંડળ રચવાની સામેના મારા સધળા વાંધા મારે ફરી કહી જવાની ભાગ્યે જ જરૂર હોય. હુ અંત્યજો પિકીનો જ એક હાઉં” એમ મને લાગે છે. બીજી કામ કરતાં તેમનો કેસ તદ્દન જુદા જ પ્રકારના છે. ધારાસભામાં તેમને પ્રતિનિધિત્વ મળે તેની સામે હું નથી. બીજાઓને માટે મતાધિકારનું ધારણ વધારે કડક હોય તોપણ તમામ પુખ્ત વયનાં અંત્યજ સ્ત્રીપુર ને કેળવણીની કે મિલકતની લાયકાતના ફશા પ્રતિબંધ વિના મતાધિકાર મળે, એની હું તરફદારી કરું. પણ અલગ મતદારમંડળા તા, કેવળ રાજદ્વારી દૃષ્ટિએ ગમે તેવાં ગણાતાં હોય છતાં, તેમને માટે તેમ જ હિંદુ સમાજને માટે પારવાર નુકસાન કરનારાં છે. અલગ મતદારમંડળાથી તેમને કેવું અને કેટલું નુકસાન થાય તે સમજવા માટે, એ જાણવાની જરૂર છે કે તેઓ કહેવાતા સવર્ણ હિંદુઓની વચ્ચે કેવી રીતે પથરાયેલા પડવ્યા છે અને એમના ઉપર કેટલા બધા અવલંબિત છે. હિંદુ સમાજને લાગેવળગે છે ત્યાં સુધી લગ મતદારમંડળાથી તેને જીવતા ચીરવા જેવું અને તેના ટુકડેટુકડા કરવા જેવું થશે. મારે મને આ પ્રશ્ન મુખ્યત્વે નૈતિક અને ધાર્મિક છે. તેની રાજદ્વારી બાજુ જોકે અગત્યની છે, છતાં તેના નૈતિક અને ધાર્મિક મહત્ત્વ સાથે સરખાવતાં તે નજીવી બની જાય છે. આ બાબતમાં મારી લાગણીઓ સમજવા માટે તમારે એ યાદ રાખવું જોઈ એ કે આ લોકોમાં હું છેક બાળપણથી રસ લેતો આવ્યો છું અને તેમની ખાતર મે અનેક વાર સર્વસ્વ હોડમાં મૂકયું છે. જરા પણ અભિમાનથી હુ આ કહેતો નથી; કારણ મને લાગે છે કે હિંદુઓ ગમે તેટલું પ્રાયશ્ચિત્ત કરે તેપણ સકાઓ થયાં અંત્યજોનું ઇરાદાપૂર્વક તેમણે જે અધઃપતન કર્યું છે તેનો બદલો વાળી શકાવાનો નથી. પણ હું જાણું છું કે તેમનાં અલગ મતદારમંડળ રચવાં એ પ્રાયશ્ચિત્ત નથી; તેમ જ તેમને કચડીને તેમની જે અધમ દશા કરવામાં આવી છે, તેનો પણ એ ઉપાય નથી. તેથી બ્રિટિશ સરકારને હું નમ્રતાપૂર્વક જણાવું છું કે અંત્યજોને માટે અલગ મતદારમંડળ રચવાનો નિર્ણય જે તે આપશે તે મારે મરણપર્યન્ત ઉપવાસ કરવા પડશે.