પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૯૮ મહાદેવભાઈની ડાયરી કેદી હોઈને હું આવું પગલું લઉ તેથી બ્રિટિશ સરકારને સખત મૂંઝવણ થાય, તથા મારા જેવું સ્થાન ભોગવતા માણસે, જેને વધારે ખરાબ નહીં તે એક ઘેલછા તરીકે વર્ણવી શકાય એવી પદ્ધતિ રાજદ્વારી ક્ષેત્રમાં દાખલ કરવી, એ બહુ અાગ્ય ગણાય, એ વસ્તુનું મને દુ:ખ સાથે ભાન છે. એના બચાવમાં હું એટલું જ કહી શકું છું કે મેં લેવા ધારેલું પગલું એ કાઈ પદ્ધતિ નથી પણ મારા જીવનનું એક અંગ છે. એ અંતરાત્માને આદેશ છે જેની અવજ્ઞા હું કરી શકું એમ નથી. ડાહ્યા માણસ તરીકેની મારી થોડી પણ સાખ હોય તેને આ પગલાથી ધાકા પહોંચે એમ છે, એ હું જાણું છું. અત્યારે હું જોઈ શકું છું તે પ્રમાણે તો જેલમાંથી મારા છુટકારો થાય તે પણ તેથી ઉપવાસ આદરવાની મારી ફરજ જરા પણ ઓછી થતી નથી. છતાં હું આશા રાખું છું કે મારા બધા ભયે તદ્દન પાયા વિનાના નીવડે અને અંત્યજોને માટે અલગ મતદારમંડળ રચવાના બ્રિટિશ સરકારના જરાય ઈરાદો ન હોય. મારા મગજમાં ઘળાઈ રહેલી અને જે મારી પાસે આવા જ ઉપવાસ કરાવે એવી એક બીજી બાબત પણ અહીં હું તમને જણાવી દઉં, એ કદાચ ઠીક હોય. એ બાબત અત્યારે ચાલી રહેલા દમનની છે. મહાભોગ આપવાની મને ફરજ પાડે એવા આધાત એનાથી મને કયારે પહોંચશે તેનો મને ખ્યાલ નથી. અત્યારે દમન હદ વટાવી ગયેલું દેખાય છે. આખા દેશમાં સરકારના કારડો વીંઝાઈ રહ્યો છે. અંગ્રેજ અને હિંદી અમલદારાને પશુસમાન બનાવી દેવામાં આવ્યા છે. મોટા અને નાના હિંદી અમલદારાનું અધ:પતન તા એ કારણથી થયું છે કે પ્રજાને બેવફા થવું અને પોતાના દેશબાંધવા તરફ અમાનુષી વતન ચલાવવું એને સરકાર સારું કામ ગણે છે. પ્રજાને પૂરેપૂરી દાબી દેવામાં આવી છે. વાણીની સ્વતંત્રતા ગૂંગળાવી નાખવામાં આવી છે. કાયદા અને વ્યવસ્થાને નામે ગુંડાગીરીના અમલ ચાલી રહ્યો છે. લોકસેવાને માટે બહાર પડેલી સ્ત્રીએ, બેઇજજત થવાના ભયમાં આવી પડી છે. આ બધું, મને લાગે છે કે, કેંગ્રેસે પેદા કરેલા જુસ્સાને કચડી. નાખવા માટે કરવામાં આવે છે. કાયદાના સવિનયભંગની સજા કરવા પૂરતું દમન મર્યાદિત નથી રહ્યું. મોટે ભાગે લોકોનું અપમાન કરવાને માટે જ જાયેલા, આપખુદ તંત્રના રોજ નવા નવા નીકળતા ફતવાઓનો ભંગ કરવાની, લોકોને જાણે ઘાંચપુરાણા કરીને ફરજ પાડવામાં આવે છે. આ બધાં કૃત્યો વિષે વાંચતાં મને તેમાં પ્રજાતંત્રની વૃત્તિ જરાય દેખાતી નથી. ઇંગ્લંડની મારી તાજેતરની મુલાકાત દરમિયાન, મારા એ