પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સર સૅમ્યુઅલ હારનો જવાબ ઇડિયા આફિસ, હાઈટ હાલ એપ્રિલ ૧૩, ૧૯૩૨ પ્રિય શ્રી ગાંધી, - તમારા તા. ૧૧મી માર્ચના કાગળના જવાબમાં હું તમને આ પત્ર લખું છું. પ્રથમ જ તમને કહી દઉં કે અંત્યજો માટે અલગ મતદારમંડળના પ્રશ્ન બાબત તમારી લાગણીની તીવ્રતા હું પૂરેપૂરી સમજું છું. અમે જે કાંઈ ચુકાદો આપવાને ઈરાદો રાખીએ છીએ તે કેવળ તેના ગુણદેવ ઉપર જ હશે. તમે જાણે છે કે લોધિયન કમિટીએ પોતાની હિંદની મુસાફરી હજી પૂરી કરી નથી. તેના નિર્ણય અમને મળતાં ટલાક વખત જશે. એ રિપોર્ટ મળ્યા પછી અમે તેની ભલામણો ઉપર કાળજીપૂર્વક વિચાર ચલાવીશું. તે ઉપરાંત તમારા અને તમારા મતના બીજાએ, જેમણે પોતાના વિચારો બહુ જોસથી દર્શાવ્યા છે તે ધ્યાનમાં લીધા વિના અમે ચુકાદો આપીશું નહીં. મને ખાતરી છે કે તમે અમારી સ્થિતિમાં હા તો તમે પણ અમારા જેવું જ કરો. તમે કમિટીના હેવાલની રાહ જુએ. મળ્યા પછી તેના ઉપર પૂરેપૂરો વિચાર ચલાવે અને છેલ્લા નિર્ણય ઉપર આવતાં પહેલાં બન્ને બાજુની દલીલો ધ્યાનમાં લો. આથી વધારે હું કહી શકું તેમ નથી. વધારેની મારી પાસે આશા પણ નહીં રાખતા હો. in ઐડિનન્સના સંબંધમાં મેં અત્યાર સુધીમાં જાહેર અને ખાનગીમાં જે કાંઈ કહ્યું છે તે જ ફરીથી કહુ છું. મારી ખાતરી થઈ છે કે વ્યવસ્થિત સરકારના પાયા હલાવી નાખનારા ઇરાદાપૂર્વકના હલ્લાની સામે ઑર્ડિનન્સે કાઢવાનું જરૂરી હતું. મારી એવી પણ ખાતરી થઈ છે કે હિંદી સરકાર તથા પ્રાન્તિકે સરકારે પોતાની વિશાળ સત્તાનો દુરુપયોગ કરતી નથી અને વધારે પડતાં તથા ખુન્નસભરેલાં કૃત્યેથી પરહેજ રહેવા પિતાથી બનતું બધું કરે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અને અત્યાચારી ચળવળા સામે અમારા અમલદારો તથા બીજા લોકોનું રક્ષણ કરવાને માટે જરૂરી જણાય તે કરતાં એક ક્ષણ પણ વધુ આ અસાધારણ સત્તાએ અમે અમલમાં રાખીશું નહીં. લિ. સેવક સેમ્યુઅલ હાર ૪૦૦