પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વડાપ્રધાનને ગાંધીજીનો કાગળ યરવડા સેન્ટ્રલ પ્રિઝન, ઑગસ્ટ ૧૮, ૧૯૩૨ પ્રિય મિત્ર, - અંત્યજોના પ્રતિનિધિત્વના પ્રશ્ન વિષે સર સૈયુઅલ હારને મેં લખેલે કાગળ તમને અને પ્રધાનમંડળને તેમણે જરૂર બતાવ્યું હશે. એ પત્રને આ પત્રના ભાગ ગણવા અને આ પત્રની સાથે જ વાંચવા મારી વિનંતી છે. - લધુમતીઓના પ્રતિનિધિત્વ બાબત બ્રિટિશ સરકારનો ચુકાદો મેં વાંચ્યા છે. મારા વિચારને પાકવા દેવા એક રાત્રિ પણ પસાર થવા દીધી છે. સર સેમ્યુઅલ હાર પરના પત્રમાં મેં જણાવ્યું છે તેમ સેન્ટ જેમ્સ પેલેસ ખાતે તા. ૧૩–૧૧–૧૯૩૧ના રાજ ગાળમેજી પરિષદની લઘુમતી સમિતિની સભામાં મેં જાહેર કર્યું હતું કે મારે તમારા ચુકાદાને વિરોધ પ્રાણાપણે કરવા પડશે. તેમ કરવાનો એક જ માર્ગ છે, તે એ કે મીઠું અને સાડા સાથે અથવા તે વિના માત્ર પાણી સિવાય કોઈ પણ જાતનો ખોરાક ન લેતાં મરણપર્યન્ત કાયમી ઉપવાસ કરો. દરમિયાન જે બ્રિટિશ સરકાર પોતાની મેળે અથવા તો પ્રજામતના દબાણથી પોતાને ચુકાદો ફેરવો, અંત્યજો માટે અલગ મતદારમંડળની યોજના રદ કરો, અને સામાન્ય મતદારમંડળ દ્વારા – ભલે તેમને બહુ વિશાળ ધારણે મતાધિકાર આપવામાં આવે - અંત્યોના પ્રતિનિધિઓની ચૂંટણી કરવાનું ઠરાવશે તો મારા ઉપવાસ અટકશે. સાધારણ સંજોગોમાં તે ઉપવાસનો આરંભ તા. ૨૦મી સપ્ટેમ્બરના મધ્યાહ્નથી થશે, સિવાય કે તે પહેલાં ઉપર સૂચવ્યા પ્રમાણે કામી ચુકાદામાં સુધારો કરવામાં આવે. મારા આ કાગળ તમને તારથી પહોંચાડવા હું અધિકારીઓને વિનંતી કરું છું, જેથી તમને પૂરતી લાંબી નોટિસ મળે. પરંતુ ધીમામાં ધીમી રીતે આ કાગળ પહોંચાડવામાં આવે તોપણ તમને તે વખતસર મળશે. મારી એ પણ વિનંતી છે કે આ કાગળ અને સર સેમ્યુઅલ હારને લખેલે મારો પહેલો કાગળ બન્ને વહેલામાં વહેલી તકે પ્રસિદ્ધ કરવામાં ૪૦૧. મ-૨૬