પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૦ મહાદેવભાઈની ડાયરી આવે. મારા તરફથી તા જેલના નિયમોનું મેં કડક પાલન કર્યું છે. અને આ બે કાગળનો મજકૂર અથવા તો મારી ઇચ્છા મારા સાથીએ -- સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રી મહાદેવ દેસાઈ સિવાય કોઈ ને પણ જણાવી નથી. પરંતુ તમે આ બે કાગળાને પ્રસિદ્ધ થવા દો તો તેથી લેકમત ઉપર અસર પડે એ હું ઇચ્છું છું. તેથી તેની વહેલી પ્રસિદ્ધિ માટે હું વિનંતી કરું છું. " મે દિલગીરી સાથે આ નિર્ણય લીધો છે. મને હું ધાર્મિક માણસ ગણું છું તે પ્રમાણે મારે માટે આ સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. સર સેમ્યુઅલ હાર ઉપરના મારા કાગળમાં મેં જણાવ્યું છે તે પ્રમાણે બ્રિટિશ સરકાર પોતાની અગવડમાંથી બચી જવા માટે મને છોડી મૂકવાનો નિર્ણય કરશે તો પણ મારા ઉપવાસ ચાલુ રહેશે. કારણ હવે બીજે કાઈ રસ્તે આ ચુકાદાના વિરોધ કરી શકવાની મને આશા નથી. વળી માનભરેલા માગ સિવાય બીજી કોઈ પણ રીતે મારા છુટકારા સાધી લેવાની મારી ઈચ્છા નથી. એ સંભવિત છે કે મારી બુદ્ધિ ભ્રમિત થઈ હોય અને અલગ મતદારમંડળી અંત્યજ વર્ગોને માટે અથવા તો હિંદુ સમાજને માટે નુકસાનકર્તા છે એમ માનવામાં હું ભી'ત ભૂ૯યે હોઉં. જો એમ હોય તો જીવનની મારી ફિલસૂફીની બીજી બાબતમાં પણ હું ખરો હોઉં એવો સંભવ નથી. એમ હશે તો ઉપવાસથી થયેલા મારા મરણથી મારી ભૂલનું પ્રાયશ્ચિત્ત થશે તેમ જ અસંખ્ય સ્ત્રીપુરુષ જેઓ મારી ઉપર બાળકના જેવી શ્રદ્ધા રાખીને ચાલે છે તેમના ઉપરથી એક મોટા બાજો દૂર થશે. પણ જો મારા નિર્ણય સાચા હશે, અને એ સાચા હોવા વિષે મને જરા પણ શંકા નથી, તો પચીસ કરતાં વધારે વર્ષથી દેખીતી રીતે ઠીક ઠીક સફળતાપૂર્વક જે જીવનપ્રણાલી હું આચરતો આવ્યો છું તેની મેં લેવા ધારેલા પગલાથી યેાગ્ય સિદ્ધિ થશે. લિ. સેવક મા ક૦ ગાંધી