પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

४०४ મહાદેવભાઈની ડાયરી મળે છે. આવાં મતદારમંડળ રચાતાં છતાં, સામાન્ય હિંદુ મતદારોની સાથે મત આપવાના અધિકારથી અંત્યજોને વંચિત રાખવામાં નહીં આવે. પણ એમને બે મત મળશે, જેથી હિંદુ સમાજના સભ્ય તરીકેનો એમનો હક અબાધિત રહે. - જેને તમે કોમી મતદારમંડળા કહો છો, એવાં અંત્યજ વર્ગનાં મતદારમંડળા ન રચવાને અમે ઈરાદાપૂર્વક નિર્ણય કર્યો છે. અને તમામ અંત્યજ મતદારોને સામાન્ય અથવા હિંદુ મતદારમંડળમાં દાખલ કર્યા છે. જેથી ચૂંટણી વખતે સવર્ણ ઉમેદવારોને અંત્યજોના મત માગવા જવું પડશે અથવા તો અંત્યજ ઉમેદવારોને સવર્ણના મત માગવા જવું પડશે. આમ બધી રીતે હિંદુ સમાજની અખંડિતતા જળવાઈ રહે છે. પરંતુ અમને લાગ્યું કે જવાબદાર રાજતંત્રના શરૂઆતના કાળમાં, જ્યારે ધારાસભાઓમાં જેમની બહુમતી રહે તેમના જ હાથમાં પ્રાન્તામાં સત્તા આવે તે વખતે, અંત્યજ વર્ગોને માટે એ આવશ્યક હતું કે નવમાંથી સાત પ્રાન્તની ધારાસભામાં કેવળ પોતાની જ પસંદગીના અમુક સભ્યો તેઓ મોકલી શકે, જેથી પોતાની ફરિયાદો અને પોતાની માગણીઓ તેઓ રજૂ કરી શકે; સરકાર અને ધારાસભામાં પોતાનો કેસ સંભળાવ્યા વિના તેમની સામે થતા નિણ યા તેને રોકી શકે; ટૂંકમાં એમને એવી સ્થિતિમાં મૂકવામાં આવે જેથી પોતાના કેસ તેઓ રજૂ કરી શકે. આમ કરવું જરૂરી છેતે કાઈ પણ ન્યાયી માણસ સ્વીકારશે. તમે પોતે જ સર સેમ્યુઅલ હાર ઉપરના કાગળમાં સવર્ણ હિંદુઓએ સકાઓથી તેમને અધમ દશામાં મૂકયા છે એવું વર્ણન કર્યું હતું. અત્યારની હાલતમાં મતાધિકારની કોઈ પણ પદ્ધતિથી અનામત બેકો દ્વારા, તેમનું ખરું પ્રતિનિધિત્વ કરતા હોય અને તેમને જવાબદાર હોય એવા તેમના ખાસ પ્રતિનિધિઓ ચૂટવાની પ્રથા અમને વ્યવહારુ લાગી નથી. કારણ આવા સભ્ય છેવટે તો સવર્ણ હિંદુઓની બનેલી બહુમતીથી જ ચૂંટાવાના. સામાન્ય હિંદુ મતદારમંડળામાં અંયને પણ મત આપવાનો અધિકાર આપવા ઉપરાંત, મર્યાદિત સંખ્યામાં અલગ મતદારમંડળ આપવાની અમારી યોજનાથી શરૂઆતમાં અંત્યજોને ખાસ લાભ આપવામાં આવ્યા છે તે, મુસ્લિમ જેવી લધુમતીને અલગ કોમી મતદારમંડળો દ્વારા પ્રતિનિધિત્વ આપવાની પ્રથાથી આપવામાં આવેલા લાભ કરતાં યાજનામાં અને પરિણામમાં તદ્દન જુદા જ પ્રકારનો છે. દાખલા તરીકે કાઈ મુસલમાન સામાન્ય મતદારમંડળમાં મત ધરાવી શકે નહીં તેમ તેમાં ઉમેદવાર તરીકે પણ ઊભા રહી શકે નહીં જ્યારે અંત્યજ વર્ગોના કોઈ પણ મતદ્દાર સામાન્ય મતદારમંડળમાં મત ધરાવી શકે તેમ ઉમેદવાર તરીકે પણ ઉભો રહી શકે.