પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વડાપ્રધાનને જવાબ ૪૦૫ પ્રાન્તાની ધારાસભાઓમાં મુસલમાનોને તેમને માટે નક્કી કરેલી બેઠંકા ઉપરાંત બીજી કોઈ પણ એક મળવાનો સંભવ નથી. તેથી ઘણા પ્રાન્તામાં તેમની વસ્તીના પ્રમાણુ કરતાં તેમને વધારે બેઠકો આપવામાં આવી છે. જ્યારે અંત્યોના અલગ મતદારમંડળો મારફત આપેલી ખાસ બેઠકની સંખ્યા પ્રમાણમાં નાની છે. આખી અંત્યજ વસ્તીના પૂર્ણ પ્રતિનિધિત્વ માટે જેટલી સંખ્યા જોઈ એ તેટલી આપવાની દૃષ્ટિએ એ નક્કી કરવામાં નથી આવી. પણ કેવળ અંત્યજ વર્ગો મારફત ધારાસભામાં ચૂંટાયેલા તેમના ખાસ મુખીઓની ઓછામાં ઓછી સંખ્યા ગેરંટી કરવાના હેતુથી એ સંખ્યા નકકી કરવામાં આવી છે. એમને આપેલી ખાસ બેકનું પ્રમાણ દરેક પ્રાન્તમાં એમની વસ્તીના ટકા કરતાં ઓછું છે. તમારી વાત હું સમજું છું તે પ્રમાણે, ઉપવાસ કરીને મરવાનું અંતિમ પગલું લેવાનું તમે કહો છો તે એટલા માટે નહીં કે બીજા હિંદુઓ સાથે અંત્યજોને સંયુક્ત મતદારમંડળ મળે, કારણ તેની જોગવાઈ તો આ ચુકાદામાં છે જ, હિંદુઓની અખંડિતતા જળવાઈ રહે તેટલા માટે પણ નથી, કારણ તેની જોગવાઈ પણ છે, પણ કેવળ એટલા માટે છે કે આજે ભયંકર અધિકારહીનતાએ ભોગવી રહેલા અંત્યજોને, ભવિષ્યમાં તેમના જીવન ઉપર માઠી અસર પાડનારી ધારાસભાએામાં તેમના વતી બોલનારા, તેમની પસંદગીના થાડા માણસા મળે છે તે અટકાવવાને માટે છે. ' મારે ચુકાદો આટલો ન્યાયી અને સાવધાની ભરેલા હોવા છતાં, તમે આ નિર્ણય કેમ કર્યો તેનું કારણ હું બિલકુલ સમજી શકતા નથી. ખરી હકીકતની ગેરસમજને પરિણામે જ આમ થયું હશે એમ માનું છું. કાઈ પણ સમજૂતી ઉપર આવવામાં હિંદીઓ નિષ્ફળ નીવડયા ત્યાર પછી તેમની વિનંતી ઉપરથી જ સરકારે, પોતાની ઈચ્છા ન હોવા છતાં, લધુમતીઓના પ્રશ્ન ઉપર ચુકાદો આપવાનું સ્વીકાર્યું. એ ચુકાદો આપી દીધા પછી, હવે તેમણે જણાવેલી શરત સિવાય બીજી રીતે, તેમાં ફેરફાર કરવાનું તેમને માટે શકય નથી. એટલે મારે જવાબ એ છે કે સરકારને ચુકાદો છે તેમ જ રહેરી, સિવાય કે, સરકારે પરસ્પર વિરોધી દાવાઓને તેના ગુણદોષ ઉપર સાચા દિલથી વિચાર ચલાવીને પ્રતિનિધિત્વ આપવાની જે યેાજના ઘડી છે તેની અવેજીમાં બધી કામ માંહોમાંહે સમજીને સર્વ સંમત બીજી નવી યેાજના રજૂ કરે. તમે ઇચ્છા છે કે સર સેમ્યુઅલ ઉપરના તમારા પત્રો સાથે બધા પત્રવ્યવહાર પ્રસિદ્ધ થાય. તમે હાલમાં નજરકેદ છે. તેથી જનતાને તમારા ઉપવાસનું કારણ સમજાવવાની તક તમને ન મળે એ મને વાજબી લાગતું