પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મુંબઈ સરકારને ગાંધીજીએ મોકલેલું નિવેદન ૪૦૭ ખરા કે તમારો ચુકાદો કાયમ રહે, અને બંધારણ અમલમાં આવે, તો હિંદુ સુધારકાએ જીવનના દરેક ક્ષેત્રમાં પોતાના દલિત ભાઈ એના ઉદ્ધારને માટે જીવન અર્પણ કરીને જે અદ્ ભુત કાર્ય કર્યું છે તે આખું ધૂળમાં મળી જાય ? એટલે મારા જે નિર્ણય મેં તમને જણાવ્યા છે તેને નટકે વળગી રહેવાની મને ફરજ પડે છે. e તમારા કાગળથી એક ગેરસમજ ઊભી થવાનો સંભવ છે. તેથી હું એ જણાવવા ઈચ્છું છું કે તમારા ચુકાદાના બીજા ભાગાથી અંત્યજોના પ્રશ્નને મેં ખાસ જુદો પાડયો છે, તેનો કોઈ પણ રીતે એવો અર્થ થતા નથી કે તમારા ચુકાદાના બીજા ભાગો હું પસંદ કરું છું, અથવા તે સ્વીકારી લેવા મારું મન માને છે. મારે મતે બીજા ઘણા ભાગે ગંભીર વાંધા ઊભા કરે એવા છે. માત્ર અંત્યજોની બાબતમાં મારા અંતરાત્માએ મને આ જાતનું પ્રાણાપણુ કરવા પ્રેર્યો છે. એવું કઈ પગલું બીજા ભાગો સામે લેવાનું મને જરૂરી લાગતું નથી. - લિ. સેવક મો. ક... ગાંધી મુંબઈ સરકારને ગાંધીજીએ મોકલેલું નિવેદન [ ગાંધીજીએ ઉપવાસ કરવાના પોતાના નિ ચ વિષે તા. ૧૫મી સપ્ટેમ્બરે મુંબઈ સરકારને નીચેનું નિવેદન મે કહ્યું. એ નિવેદન તા. ૨૧ મી સપ્ટેમ્બરે છાપાં જોગુ પ્રસિદ્ધિ માટે મોકલવામાં આવ્યું હતું.] | નજીક આવતા જતા મારા ઉપવાસના નિર્ણય ઈશ્વરને નામે, તેના કામે અને, હું નમ્રતાપૂર્વક માનું છું તેમ, તેના આદેશ અનુસાર કરવામાં આવ્યા છે. કેટલાક મિત્રોએ મને આગ્રહ કર્યો છે કે લોકોને તયારી કરવાના વખત આપવા માટે ઉપવાસની તારીખ મારે આગળ ઠેલવી. હું દિલગીર છું કે વડાપ્રધાન ઉપરના મારા કાગળમાં મેં જે કારણ બતાવ્યું છે તે સિવાય બીજા કોઈ કારણસર ઉપવાસ મારાથી એક કલાક પણ ઠેલી શકાય નહીં. જે લોકોને મારા ઉપર શ્રદ્ધા છે, પછી તે હિંદના હો કે પરદેશના, તેમની સામે આ ઉપવાસ છે. જેમને શ્રદ્ધા નથી તેમની સામે નથી. એટલે અંગ્રેજ અમલદાર વર્ગ સામે મારા ઉપવાસ નથી, પણ અમલદાર વર્ગના વિરુદ્ધ પ્રચાર છતાં જે અંગ્રેજ ભાઈબહેને મારા ઉપર અને મેં ઉપાડેલા