પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મુંબઈ સરકારને ગાંધીજીએ મેલેલુ નિવેદન ૪૯ મારી ખાતરી થઈ છે કે સવર્ણ હિંદુઓ જેમની વચ્ચે તેઓ રહે છે, અને જેમની સેવા તેઓ કરે છે તેમની સાથે તેમનાં જીવન એટલાં બધાં વણાઈ ગયેલાં છે કે એનાથી તેમને જુદા પાડવા એ અશકય છે. અવિભાજ્ય કુટુંબનું તેઓ એક અંગ છે. જે સવર્ણ હિંદુઓ સાથે તેઓ રહે છે તેમની સામે તેઓ બળવો પોકારે અને હિંદુ ધર્મનો તેઓ ઇનકાર કરે, એ હું સમજી શકું છું. પણ હું જોઉં છું કે તેઓ એમ કરવાના નથી. હિંદુ ધર્મ માં એવું કશુંક સૂમ, ન વર્ણવી શકાય એવું છે, જે એમની ઈચ્છા ન હોય તો પણ તેમને હિંદુ ધર્મ સાથે જોડી રાખે છે. મારા જેવા માણસ, જેને આ વસ્તુના પ્રત્યક્ષ અનુભવ છે તેને માટે તો એ અનિવાર્ય બને છે કે પોતાના જાનને ભોગ આપીને પણ બેને જુદા પાડવાની યોજનાના વિરોધ કરવા. આ વિરોધમાં બહુ ભારે અર્થો સમાયેલા છે. જે સમાધાનથી અંત્યજ વર્ગોને હિંદુ સમાજની અંદર પૂરેપૂરી સ્વતંત્રતા મળે એવી ખાતરી ન થાય તે સમાધાન, એમને અળગા પાડવાની યોજનાના વાજબી અવેજી તરીકે ન ઊભી શકે. એટલે આ બાબતમાં જરા પણ વિશ્વાસભંગ થશે તો તેથી મારા આમવિસર્જનનો દિવસ થોડાક પાછો ઠેલાશે એટલું જ. અને પછી તો મારા જેવા વિચારના બીજા ઘણા આત્મવિસર્જન માટે તૈયાર થશે. જવાબદાર હિંદુઓએ એ પ્રશ્નનો વિચાર કરવાનો છે કે અત્યજ વર્ગો ઉપર સામાજિક અને રાજકીય જુલમ કાયમ રાખીને, મારા જેવા એક સુધારકના નહીં પણ સંખ્યામાં વધતા જતા અનેક સુધારકાના આમરણ ઉપવાસના સત્યાગ્રહનો સામનો કરવા તેઓ તૈયાર છે કે કેમ ? હુ માનું છું કે હિંદુસ્તાનમાં એવા ઘણા હિંદુ સુધારકે પડવ્યા છે જેઓ આ વર્ગના છુટકારા માટે અને તે મારફત હિંદુધર્મને જુગજુના વહેમમાંથી છોડાવવા માટે પ્રાણાપણને કશી વિસાતમાં નહીં ગણે. e એટલે મારી સાથે જેમણે કામ કર્યું છે તે સુધારક સાથીઓ પણ આ ઉપવાસમાં રહેલા પૂરા અર્થને સમજી લે. આ કાં તો મારી ભ્રમણા હાય, કાં તો મને મળેલ પ્રકાશ હોય. જો મારી ભ્રમણા હોય તો શાંતિથી મારું પ્રાયશ્ચિત્ત મને પૂરું કરવા દેવું જોઈએ. હિંદુ સમાજ અને ધર્મ મારા જડ બાજામાંથી મુક્ત થશે. જે આ મને મળેલ પ્રકાશ હોય તો મારી તપશ્ચર્યાથી હિંદુ ધર્મ વિશુદ્ધ થાઓ અને જેઓ અત્યારે મારા અવિશ્વાસ કરી રહ્યા છે તેમનાં હૃદય પીગળા. મારા ઉપવાસના ઉદ્દેશ વિષે ગેરસમજૂતી જણાય છે તેથી હું ફરી કહું કે મારા ઉપવાસ દલિતવર્ગોને કોઈ પણ રૂપમાં કાયદાથી અલગ