પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૧૦ મહાદેવભાઈની ડાયરી મતદારમંડળ આપવાની સામે છે. એ ધમકી કાયમને માટે દૂર થતાંવેંત મારા ઉપવાસ બંધ થશે. અનામત બેઠક બાબત અને આ આખા પ્રશ્નનું નિરાકરણ લાવવાની યોગ્ય પદ્ધતિ બાબત હું બહુ સખત વિચારો ધરાવું છું. પણ મારી દરખાસ્ત રજૂ કરવાને માટે કેદી હાઈને મને અધિકાર નથી એમ હું માનું છું. પણ સવર્ણ હિંદુઓના અને અંત્યજ વર્ગોના જવાબદાર નેતાઓ વચ્ચે સંયુક્ત મતદારમંડળના ધારણ ઉપર જે સમજાતી થશે અને જે તમામ હિ દુઓની જાહેર સભામાં મંજૂર રાખવામાં આવશે તેનાથી હું મને બંધાયેલા ગણીશ. | એક બીજી વસ્તુ મારે સ્પષ્ટ કરવી જોઈ એ. અંત્યજ વર્ગના પ્રશ્નને સંતોષકારક નિકાલ આવે તો, કોઈ પણ રીતે તેનો એ અર્થ તો ન જ થવા જોઈ એ કે કામી પ્રશ્નોની બીજી બાબતો ઉપર બ્રિટિશ સરકારે જે ચુકાદો આપ્યો છે તે સ્વીકારવાને હું બંધાઈ ગયો છું. હું પોતે તેના ઘણા ભાગોની વિરુદ્ધ છું. મને એમ લાગે છે કે તેનાથી કોઈ પણ સ્વતંત્ર અને પ્રજાશાસિત બંધારણ ચલાવવાનું અશકય બને છે. વળી આ પ્રશ્નનું સંતોષકારક નિરાકરણ આવે તેથી, જે બંધારણ ઘડવામાં આવે તે સ્વીકારવાને હું' બંધાયેલો છું એમ પણ ન ગણવામાં આવે. આ બધા રાજદ્વારી પ્રશ્નો છે અને રાષ્ટ્રીય કેંગ્રેસ જ તેના ઉપર વિચાર અને નિર્ણય કરી શકે. મારા વૈયક્તિક અધિકારના ક્ષેત્રની એ તદ્દન બહાર છે. વળી આ સવાલ ઉપર મારા અંગત વિચારો હુ જણાવી શકું નહીં. મારા ઉપવાસને ઉદ્દેશ મર્યાદિત છે. અંત્યજ વર્ગોના સવાલ મુખ્યત્વે ધાર્મિક સવાલ હોઈને હું તેને ખાસ મારો પોતાનો સવાલ ગણું છું. કારણ જિંદગીભર મારું ધ્યાન મેં તેના ઉપર એકાગ્ર કરેલું છે. મારે માટે એ પવિત્ર, અંગત સ્ટ છે, જેની જવાબદારી હું છોડી શકું નહીં. પ્રકાશ અને પ્રાયશ્ચિત્તને માટે ઉપવાસ કરવાની પ્રથા બહુ પુરાણી છે. ખ્રિસ્તી ધર્મમાં તેમ જ ઇસ્લામમાં મે તે જોઈ છે. e વિશુદ્ધિ અને પ્રાયશ્ચિત્ત માટે ઉપવાસ કર્યાના દાખલા હિંદુ ધર્મમાં તો પાર વિનાના છે. તે જેમ કર્તવ્ય છે તેમ અધિકાર પણ છે. વળી મારી સમજણ પ્રમાણે તો મે તેનું શાસ્ત્ર બનાવ્યું છે. એટલે નિષ્ણાત તરીકે મિત્રાને અને સહાનુભૂતિ ધરાવનારાઓને હું ચેતવણી આપું છું કે વગરવિચાર્યું અથવા તો ખાટી અને આવેશમય સહાનુભૂતિમાં કાઈ મારું અનુકરણ કરે નહીં. * અસ્પૃસ્ય’ની નિઃસ્વાર્થ સેવા કરીને તથા ખૂબ કામ કરીને એમણે લાયકાત મેળવવી જોઈ એ. વળી ઉપવાસ કરવાને એમના વખત આવશે ત્યારે સ્વતંત્ર રીતે એ મને પ્રકાશ મળશે.