પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી ન્યાયના માર્ગેથી એક તસુ પણ તેઓ ચળે નહીં. મારા ઉપવાસ હું ન્યાયના પલ્લામાં મૂકવા ઈચ્છું છું. તેથી જો સવણ હિંદુઓની ઊંઘ ઊડશે અને તેમનામાં પોતાના કર્તવ્યનું ભાન જાગ્રત થશે તો મારા ઉપવાસનો અર્થ સરશે. તેથી ઊલટું, જે તેઓ મારા પ્રત્યેના અંધ પ્રેમથી દોરવાઈ જઈને અલગ મતદારમંડળે રદ કરાવવા પૂરતું ગમે તેવું ઉપલકિયું સમાધાન કરી નાખશે અને પછી ઊંઘી જશે, તો તેઓ ભીંત ભૂલશે અને મારું જીવન પણ ખારું બનાવી દેશે. કારણ અલગ મતદારમંડળે રદ થવાથી મારા આ ઉપવાસના તો અંત આવશે, પણ જે જીવંત સમજૂતી માટે હું મથી રહ્યો છું તે નહીં થાય તો મારે માટે એ જીવતું મરણ હશે. એનો અર્થ એટલે જ થશે કે આ ઉપવાસ બંધ કરીને તરત મારે બીજા ઉપવાસની નોટિસ આપવી પડશે, જેથી મારી પ્રતિજ્ઞાના ભાવનું પૂરેપૂરું પાલન થાય. ‘ આ વસ્તુ બીજાઓને બાલિશ જણાશે. પણ મને એમ લાગતું નથી. મારી પાસે કાંઈ વધારે આપવાનું હોય તો તે પણ આ શાપ દૂર કરવા હું આપી દઉં, પણ મારી જિંદગી કરતાં વધારે કશું મારી પાસે નથી. “ હું માનું છું કે અસ્પૃશ્યતા જે સાચેસાચ જડમાંથી જશે તો તેથી હિંદુ સમાજ ઉપરનું ભયંકર કલક દૂર થશે, એટલું જ નહીં, પણ તેની અસર આખી દુનિયા ઉપર પડશે. અસ્પૃશ્યતા સામેની મારી લડત એ આખા માનવસમાજમાં રહેલી અશુદ્ધિ સામેની લડત છે. તેથી સર સેમ્યુઅલ હારને મેં કાગળ લખ્યો ત્યારે મારા દિલમાં પૂરી શ્રદ્ધા હતી કે જે આ કાર્ય માં હું, કોઈ પણ જાતની અશુદ્ધિથી મુક્ત, કોઈ પણ જાતના દ્વેષથી અને કોઈ પણ જાતના ક્રોધથી મુક્ત, એવા, માણસ માટે શકયું તેટલા સ્વછ હૃદયથી, પડવ્યો હઈશ તો માનવકુળમાંનાં સઘળાં ઉત્તમ તો મારી વહારે ધાવાનાં જ છે. એટલે તમે જોઈ શકશો કે મારા ઉપવાસ હિંદુ સમાજને વિષે શ્રદ્ધા ઉપર, મનુષ્ય સ્વભાવને વિષે શ્રદ્ધા ઉપર અને અમલદાર વર્ગને વિષે પણ શ્રદ્ધા ઉપર મંડાયેલા છે.” પોતાની મુલાકાત આગળ ચલાવતાં ગાંધીજીએ કહ્યું, “ અસ્પૃશ્યતાને પડકારવામાં હું વસ્તુના છેક મૂળ સુધી જાઉં છું. તેથી જ આ પ્રશ્ન રાજદ્વારી સ્વરાજ્યના પ્રશ્ન કરતાં મહત્ત્વમાં કયાંય ચડી જાય એવા છે. કરાડે દલિત લોકોના હૃદયમાં આશાનો ઉદય થયો છે કે તેમની કાંધ ઉપરનો કચડી નાખનાર આ બાજો દૂર થશે. એ આશાના નૈતિક ટેકા વિનાનું સ્વરાજ્યનું બંધારણ હુ તો કહું છું કે જડ બેજ સમાન થઈ પડશે. અંગ્રેજ અમલદારો ચિત્રની આ જવંત બાજુ જોઈ શકતા નથી, તેથી જ પોતાના અજ્ઞાનમાં અને આત્મસ તાપમાં, જે પ્રશ્ન કરોડો લોકોની