પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૧૭ મૂળ હસ્તી ઉપર અસર કરે છે, - અહી' હું સવર્ણો અને ૐ અસ્પૃશ્યા” એટલે જુલમ કરનાર અને જુલમનો ભાગ બનનાર, બન્નેની વાત કરું છું - તેવા પ્રશ્ન ઉપર ન્યાય આપવાની ધૃષ્ટતા કરે છે. એ અમલદાર વર્ગને એમના ઘોર અજ્ઞાનમાંથી — કશા ગુનામાં આવ્યા વિના આવા શખપ્રયેાગ હું કરી શકતો હોઉં' તા – જગાડવા માટે પણ મારા સમસ્ત પ્રાણુથી આ વસ્તુનો વિરોધ કરવાની મારા અંતર્નાદે મને પ્રેરણા કરી.” - તેમણે વિશેષમાં જણાવ્યું કે આ પ્રસંગ માટે નિમાયેલી કમિટીના સભ્યને પાતે ગઈ કાલે મળ્યા હતા અને તેમને ચેકસ સૂચનાઓ કરી હતી. તેઓ ધારતા હતા કે આજે મુંબઈમાં છાપાંઓને એ જણાવવામાં આવશે. ગાંધીજીને ફાટે ગ્રાફ લેવાનું શકય છે કે કેમ એ પૂછવામાં આવતાં વિનામાં પોતાના અગ્નિસંસ્કારની વાત તેમણે કરી. તે ઉપરથી, ન કરે નારાયણ અને, એવું અનિષ્ટ કદાચ નીપજે તે ગઈ કાલે મળેલા પોતાના દીકરા દેવદાસને એના વિધિ વિષે કશી સૂચનાઓ પોતે આપી છે કે કેમ, એમ મેં પૂછયું. તેને મને ચમત્કારિક જવાબ મળે : ૮% મારા દીકરાને મેં કહ્યું છે કે મુંબઈની પરિષદમાં એણે જાહેર કરવું કે ગાંડી ઉતાવળમાં અંત્યજ વર્ગના હિતને નુકસાન પહોંચે એવું કશું થઈ બેસે તેને બદલે પોતાના બાપની જિંદગી જતી કરવા પાતે તૈયાર છે.” આ ઉપવાસ કેટલો લાંબો ચાલવાની શક૨તા પોતાને લાગે છે એ પ્રશ્નના જવાબમાં જણાવ્યું, “ બીજા કોઈની માફક મારી પણ જીવવાની ખૂબ ઈરછા છે. જીવનને ટકાવી રાખવાની પાર વિનાની શક્તિ પાણીમાં રહેલી છે. જ્યારે પાણીની જરૂર જણાશે ત્યારે હું પાણી લેવાની જ છું. તમે મારા ઉપર એટલે વિશ્વાસ રાખે કે પ્રાણ ટકાવી રાખવાને શક્ય તેટલા સધળા પ્રયત્ન હું” કરવાનો છું, જેથી કરીને હિંદુ લોકોનું, અને અંગ્રેજ લોકેાનું પણ, અંતઃકરણ જાગ્રત થાય અને આ વેદનાને અંત આવે. મારી પિકાર સર્વશક્તિમાન પરમાત્માના સિંહાસને પહોંચશે.” મ-૨૭