પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અમેરિકાને ૪૧૯ પ્રાગા કરવાથી અથવા જૂના પ્રાગાને નવી ઢબે કરવાથી ઘણી વાર ગેરસમજ ઊભી થવા પામે છે. શિષ્ટાચારના નિયમોને લીધે સરકારને લખેલા કાગળામાં મારે મારી જાત ઉપર બહુ કડક અંકુશ રાખવો પડેલો. જેલના નિયમો પ્રમાણે બહારની દુનિયા સાથે હું પત્રવ્યવહાર કરી શકે નહીં. એ નિયમોના શબ્દનું અને ભાવનું મેં પાલન કર્યું છે. જે કરાર અત્યારે ઘડાઈ રહ્યો છે તે અનુસાર બ્રિટિશ ચુકાદા કરતાં વધારે સારું અને વધારે વિશાળ પ્રતિનિધિત્વ અંત્યજોને મળશે. અંત્યજોના નેતાઓના મતથી નિરપેક્ષ રીતે અંત્યજ આમ વર્ગના મતની મને ખાતરી ન હોત તો જે રીતે મે ઉપવાસ કર્યા છે તે રીતે હું ન કરી શકત. અને અંત્યજ નેતાઓમાંથી પણ હું જાણું છું તે મુજબ વિશાળ બહુમતીના ટેકે મને છે. હું તો એમની સાથે પણ અંત્યજ વર્ગનાં સર્વોપરી હિત જાળવીને સમાધાન કરવામાં બની શકે તેટલું વધારે આગળ જાઉં'. અંત્યજ નેતાઓ કરતાં અંત્યજ વર્ગનું હિત વધારે જાણવાનો દાવો કરવાની મારી ધૃષ્ટતાથી તમારે ચોંકવું નહી'. જોકે જનમથી હું ‘સ્પૃસ્ય’ છું, છતાં છેલ્લાં પચાસ વર્ષથી હું સ્વચ્છાએ અસ્પૃસ્ય’ બનેલો છું. અમેરિકનો જાણે કે મારું રાજ્યપ્રકરણ મારા ધર્મમાંથી નીકળેલું છે. ઈશ્વરે મારું મરણ ભૂખમરાથી નિર્ધારેલું હશે તો હું જાણું છું કે તેથી મારા રાજદ્વારી નેતૃત્વ ઉપર છેલી મહોર વાગશે. મારી પ્રાણાહુતિથી રાષ્ટ્રીય ભાવના વિશેષ બળવાન થશે. આ ઉપવાસનું સાચાપણું અને તેનું સઘળું રહસ્ય હિંદી કોમનો બહુ મોટો ભાગ અંત:પ્રેરણાથી સમજી ગયેલ છે. - આ તપશ્ચર્યાથી સાચું સ્વરાજ વધુ નજીક આવ્યું છે, એ વિષે મને શંકા નથી. અને શરીરથી કે મનથી ચલિત થયા વિના આ ઉપવાસમાંથી પાર ઊતરવાનું ઈશ્વર મને બળ આપશે તો સ્વરાજ્ય એથી પણ વધુ નજીક આવશે. સમત્વમાં પસાર થયેલા એક એક દિવસ બીજા કેાઈ ઉપાયથી લાવી શકાય તે કરતાં સ્વરાજ્યને વધુ નજીક લાવે છે. _ અસ્પૃશ્યતાને માટે મરવાની તૈયારી એ સમસ્ત હિંદને માટે મરવાની શુદ્ધ તૈયારી છે. કારણ અસ્પૃશ્યતાનિવારણ એ સ્વરાજ્યનું અવિભાજય અંગ છે. અધમમાં અધમ અને પાપીમાં પાપી હિંદીને પણ એના આરોગ્યપ્રદ, અને શાંતિદાયક રસથી વંચિત રાખવામાં આવે તો એવું સ્વરાજ્ય મને ન ખપે. મારે માટે મૂળ ધર્મ એક જ છે, જોકે તેની શાખાએ અનેક છે. તેની હિંદુ શાખાના હું, મૂળ થડ પ્રત્યેના કર્તવ્યમાં ચુ કે, તો એ એક અને અવિભાજ્ય ધર્મને નાલાયક અનુયાયી હું” બનું. આ માન્યતા