પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૨૧ ચરવડા કરાર વડાપ્રધાનના ચુકાદામાં પ્રાંતિક ધારાસભાની કુલ બેઠકો જાહેર કરવામાં આવી છે તેને આધારે આ સંખ્યા નક્કી કરવામાં આવી છે. - ૨. આ બેઠકો માટેની ચૂંટણી સંયુક્ત મતાધિકારને ધારણે કરવામાં આવશે; પણ તે નીચેની પદ્ધતિ અનુસાર થશે. સામાન્ય મતદારમંડળના મતપત્રકમાં નોંધાયેલા અંત્યજ વગના તમામ મતદારોનું એક ચૂંટણી મંડળ બનશે. અંત્યજ વર્ગના ઉમેદવારોમાંથી, તેમને માટે, અનામત રાખેલી દર એક બેઠક દીઠ ચાર ચાર ઉમેદવારો, દરેક મતદાર એક એક મત આપે એ પદ્ધતિએ તે ચૂંટી કાઢશે. આવી રીતની પ્રાથમિક ચૂંટણીમાં ચૂંટાયેલા ઉમેદવારા સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેશે. - ૩. વડી ધારાસભામાં પણ અંત્યજ વર્ગોનું પ્રતિનિધિત્વ, સંયુક્ત મતદારમંડળના અને અનામત બેઠકના સિદ્ધાન્ત પ્રમાણે, તથા પ્રાન્તિક ધારાસભામાં તેમના પ્રતિનિધિઓની ચૂંટણી માટે ઉપર લમ ૨માં જણાવવામાં આવેલી પદ્ધતિ પ્રમાણે, રાખવામાં આવશે. ૪. વડી ધારાસભામાં બ્રિટિશ ઇન્ડિયાના સામાન્ય મતદારમંડળ માટે જે બેઠકે આપવામાં આવી છે તેની ૧૮ ટકા બેઠકો અંત્યજ વર્ગો માટે અનામત રાખવામાં આવશે. ૫. વડી તથા પ્રાન્તિક ધારાસભામાં ચૂંટણી માટે પ્રાથમિક ચૂંટણીથી અમુક વધારે ઉમેદવારો ચૂંટવાની પ્રથા દશ વર્ષ પછી બંધ થશે, સિવાય કે નીચેની કલમ ૬ માં જણાવ્યા પ્રમાણે પરસ્પર સમજૂતીથી તે વહેલી બંધ કરવામાં આવે. ૬. પ્રાન્તિક તેમ જ વડી ધારાસભામાં અનામત બેઠકો દ્વારા અંત્યજ વર્ગોના પ્રતિનિધિત્વની પ્રથા, જેની જોગવાઈ કલમ ૧ તથા ૪માં કરવામાં આવી છે તે આ કરારનામા સાથે સંબંધ ધરાવતી કામા વચ્ચે પરસ્પર સમજદૂતીથી બંધ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. - ૭, વડી તથા પ્રાન્તિક ધારાસભામાં અંત્યજ વર્ગોના મતાધિકાર લોધિયન કમિટીના રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે રહેશે. ૮. સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટણી પર તથા સરકારી નોકરીમાં નિમણુકાને અંગે, માણસ અંત્યજ વર્ગના હોય તે કારણે, એને કોઈ પણ જાતની અધિકાર-હીનતા લાગુ પડશે નહીં. | સરકારી નોકરીમાં નિમણુકાને માટે કેળવણીની લાયકાત રાખવામાં આવી હશે તે સ્વીકારીને આ બાબતમાં અંત્યજ વર્ગોને વાજબી હિસ્સે મેળવી આપવાને માટે દરેક પ્રયત્ન કરવામાં આવશે.'