પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૫ હિંદુઓ કરારને બહાલી આપે છે [તા. ૨૫મી સપ્ટેમ્બરે મુંબઈમાં મળેલી હિંદુ પરિષદની છેલ્લી બેઠકમાં નીચેના ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ]. ૧. સવર્ણ હિંદુઓના અને અંત્યજ વર્ગોના નેતાઓ વચ્ચે તા. ૨૪મી સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ પૂનામાં થયેલા કરારનામાને આ પરિષદ બહાલી આપે છે, અને વિશ્વાસ રાખે છે કે હિંદુ કામની અંદર અલગ મતદાર - મંડળી નિર્માણ કરતા પોતાનો ચુકાદો બ્રિટિશ સરકાર ફેરવશે, અને આ કરારનામાને સંપૂર્ણતાએ સ્વીકારશે. પરિષદ આગ્રહ કરે છે કે સરકાર આ બાબતમાં તાકીદે પગલાં ભરે, જેથી મહાત્મા ગાંધી પોતાની પ્રતિજ્ઞાની શરતો અનુસાર અને વધારે મેડુિં થાય તે પહેલાં પોતાના ઉપવાસ છોડી શકે. પરિષદ લાગતીવળગતી કામના આગેવાનોને અપીલ કરે છે કે કરારનામાના તથા આ ઠરાવના સધળા ફલિતાર્થ તેઓ સમજે અને તે પાર પાડવાને સાચા દિલથી પ્રયત્ન કરે. - ૨. આ પરિષદ ઠરાવ કરે છે કે હવે પછી જન્મને કારણે કાઈ ને પણ અસ્પૃશ્ય ગણવામાં આવશે નહીં; અને આજ લગી જેઓને અસ્પૃશ્ય ગણવામાં આવ્યા છે તેઓના સાર્વજનિક કૂવા, સાર્વજનિક રસ્તા અને સાર્વજનિક સંસ્થાઓના ઉપયોગ પર બીજા હિંદુઓના જેટલા જ અધિકાર ગણાશે. આ અધિકારીને પહેલામાં પહેલી તકે કાયદાની માન્યતા આપવામાં આવશે અને જો તેવી માન્યતા વહેલી નહીં મળી ચૂકી હોય તો તે માટેના કાયદા સ્વરાજ્ય પાલ મેન્ટના પહેલામાં પહેલા કાયદાઓમાંનો એક હશે. ૩. વિશેષમાં, એમ કરાવવામાં આવે છે કે કહેવાતા અસ્પૃશ્યો ઉપર ચાલુ રૂઢિ અનુસાર અત્યારે જે સામાજિક હાડમારીઓ, મંદિર પ્રવેશના પ્રતિબંધ સુધાંની, નાખવામાં આવે છે તે, ન્યાયી અને શાંતિમય એવા તમામ માર્ગે વહેલામાં વહેલી દૂર થાય એ જોવાની તમામ હિંદુ આગેવાનોની ફરજ ગણાશે. ૪૩