પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ર સરકાર કરારનામાને સ્વીકાર કરે છે. આ કામ તેમને સોંપ્યું હતું, છતાં પોતાની શક્તિ બહારનું ગણી તેની જવાબદારી લેવાની તેમણે ના પાડવી જોઈતી હતી. પ્રાયશ્ચિત્તની શમ્યા ઉપર સૂતેલા હું આ વચન કોઈ પણ જાતના કટાક્ષમાં કે ગુસ્સામાં બોલતા નથી. બ્રિટિશ પ્રજાને અને બ્રિટિશ પ્રધાનમંડળને પણ સાચા મિત્ર હાવાનો હુ’ દાવા કરું છું. આ અવસરે મારો અભિપ્રાય, જે પ્રસ્તુત છે, તે હું દાબી રાખું તો તેઓ પ્રત્યે, મારી જાત પ્રત્યે અને મારા કામ પ્રત્યે હુ ખાટા નીવડું. અંતમાં, હું’ બ્રિટનને ખાતરીથી કહેવા ઇચ્છું છું કે મારા દેહમાં જીવ હશે ત્યાં સુધી હિંદુ ધર્મ ઉપરનું આ અસહ્ય કલંક દૂર કરવા માટે જેટલા કરવા પડશે તેટલા ઉપવાસ હું કરીશ. આપણે ઈશ્વરનો પાડ માનીએ કે આ ચળવળમાં ફક્ત એક જ માણસ નથી, પણ હું માનું છું કે એવા હજારો માણસ છે જે આ સુધારા પૂરેપૂરા થાય એટલા માટે પિતાના જાન આપવા તત્પર છે. સરકાર કરારનામાને સ્વીકાર કરે છે [ તા. ૨૬ મી સપ્ટેમ્બરે વડી ધારાસભામાં હોમ મેમ્બર મિ. હેગે નીચેનું નિવેદન કર્યું .] - શાહી સરકારના તા. ૪થી ઓગસ્ટના કામી ચુકાદામાં જણાવવામાં આવેલી સામાન્ય મતદારમંડળની પદ્ધતિને બદલે, નવી બનનારી ધારાસભાએમાં અંત્યજ વર્ગોના પ્રતિનિધિત્વની બાબતમાં, તેમ જ તેમના કલ્યાણને લગતી બીજી કેટલીક બાબતોમાં, અંત્યજ વર્ગોના નેતાઓ અને બાકીની હિંદુ કામના નેતાઓ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે એ જાણીને નામદાર શહેનશાહની સરકારને ઘણો સંતોષ થયે છે. સમજૂતી એવી થઈ છે કે અત્યજ વર્ગો માટે અમુક બેઠકો અનામત રાખીને મતદારમંડળ સંયુક્ત રહે. એ અનામત બેઠકોની ચૂંટણી કરવાની રીતના સંબંધમાં કેટલીક અગત્યની શરતો નકકી કરવામાં આવી છે. - કામા વચ્ચે કશી સમજૂતી નહીં થઈ શકી હોવાથી સરકારે પોતાના ચુકાદો આપ્યો હતો. નવી ધારાસભામાં અંત્યજ વર્ગોનાં હિત જળવાય તે માટે યોગ્ય સલામતીઓ રાખવાનો સરકારનો હેતુ હતા. - હવે અંત્યજ વર્ગો તેમ જ બીજા હિંદુઓના પ્રતિનિધિઓ માને છે કે તેમણે એકઠા મળીને જે યાજના નકકી કરી છે. અને જે તેમણે નામદાર