પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

  • જીવન જખન શુકાયે જાય ”

ર૭ અંત્યજ વર્ગો માટે અનામત રાખવાનું સૂચવવામાં આવ્યું છે તે બાબત અંત્યજ વર્ગો અને બીજા હિંદુઓ વચ્ચે નક્કી કરવાની છે. ૮ [ ગાંધીજીએ પારણાં કર્યા તે વખતે ગુરુદેવે ગાયેલું ભજન ] જીવન જખન શુકાયે જાય, કરુણા-ધારાય એશો, સકલ માધુરી સુકાયે જાય, ગીત-સુધારસે એશે. કમ જખન પ્રબલ આકાર ગરજિ ઉયિા ઢાકે ચારિધાર હદય-પ્રાન્ત હે જીવન-નાથ ! શાન્ત-ચરણે એશે. આપનારે બે કરિયા કૃપણ કાને પડે થાકે દીનહીન મન દુઆર ખુલિયા હે ઉદારનાથ ! રાજ-સમારેડે એશે. વાસના જખન વિપુલ ધુલાય અ'ધ કરિયા અાધે ભૂલાય એ હે પવિત્ર ! એ હે અનિદ્ર ! રુદ્ર આલેકે એશે. રવીન્દ્રનાથ ઠાકુર [ ગુરુદેવના ભજનના મહાદેવભાઈ એ કરેલા અનુવાદ ] જીવન જવ સુકાઈ જાય કરુણા વર્ષના આવા ! માધુરીમાત્ર છુપાઈ જાય ગીતસુધા ઝરના આવા ! કમનાં જ્યારે કાળાં વાદળ

  • ગરજી ગગડી ઢાંકે સહુ સ્થળ હૃદય-આંગણે હે નીરવનાથ !

પ્રશાન્ત પગલે આવો ! મારું મન જ્યારે નાનું થઈ ખૂણે ભરાયે તાળું દઈ, તાળું તોડી હે ઉદારનાથ ! વાજન્તા ગાજત્તા આવે ! કામક્રોધનાં આકરાં તુફાન આંધળા કરી ભુલાવે ભાન, હે સદા જાગન્ત, પાપ ધુવન્ત ! વીજળી ચમકુન્તા આવે !