પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૧ દેશહિત માનવહિત સાથે સુસંગત મંડળને આ નિર્ણય જેસથી વાગતા ભયના ઘંટ સમાન નીવડા. મારી ધમાંથી ઢાળીને તેણે મને જગાડવ્યો, અને મને કહ્યું, “ અવસર આવ્યા છે.” એ નિર્ણયે મનને અનુકૂળ અવસર પૂરા પાડો, અને સહજવૃત્તિથી મેં તે ઝડપી લીધા. સરકારને લખેલા મારા કાગળના મર્યાદામય લખાણના ગર્ભમાં, તમે જે કહો છો તે જ, જેને માટે હું મરું અથવા તો જીવું એમ તમે ઇચ્છો એ વસ્તુ રહેલી છે. તત્ત્વતઃ તો એ બન્ને એક જ વસ્તુ છે. ખરાં કવિ અથવા દ્રષ્ટા તો એ ગણાય કે જે મૃત્યુમાં જીવન અને જીવનમાં “મૃત્યુ જોઈ શકે. સાકરને સ્વાદ તો ખાધે જ ખબર પડે. થોડા જ વખતમાં તમે ચાખવા પામશો અને તમને ખબર પડશે. દરમિયાન તમે પ્રાર્થના કરજો કે આ સાંકડી નેળમાંથી ટટ્ટાર રહીને પસાર થવાનું ઈશ્વર મને બળ આપે. હિંદુ ધર્મ જીવવાનો હશે તો અસ્પૃસ્યતાએ મરવું જ જોઈ શે. 4 એવું બને કે મારો તમને આ છેલા જ કાગળ હોય. તમારા પ્રેમને મેં હંમેશ કીમતી ખજાના ગણ્યા છે. હું માનું છું કે ૧૯૧૪માં મેં તમને ફાઈટેરિયનમાં પહેલવહેલાં જોયાં અને સાંભળ્યાં ત્યારથી જ હું તમને બરાબર ઓળખી ગયો છું. હું જે મરી જઈશ તો એવી શ્રદ્ધાથી મરવાનો છું કે ઈશ્વરની કૃપાથી તમારા જેવાં સાથીએ મને મળ્યાં છે તે દેશનું કામ જે ભાવના થી આપણે આરચું તે જ ભાવનાથી ચાલુ રાખશે. આપણા દેશનું કામ સંપૂર્ણ રીતે માનવતાનું કામ છે. દેશનું હિત સમસ્ત માનવહિતની સાથે આપણે સુસંગત રાખવું હોય, એક ધર્મ સંપ્રદાયનું હિત એટલે દુનિયાના તમામ ધર્મ સંપ્રદાયનું હિત એમ આપણે કરવું હોય તો મન, વચન અને કર્મથી સત્ય અને અહિંસાનું સંપૂર્ણ પાલન કરવાથી જ તેમ થઈ શકશે.

  • હવે પોતાની મર્યાદાઓ સમજવા માટે એક નાને પાઠ આપું. તમને મીઠાઈ એ સારી બનાવતાં આવડતી હશે. પણ તેથી એમ ન માનવું કે તમને રાટી સારી બનાવતાં આવડે છે અથવા તો સારી રોટીની તમને પરખ છે. મારી ઘઉંવણી રોટી તમારી “ સુંદર સફેદ રોટી’ કરતાં સાચે જ બહુ ચડિયાતી છે. એની પાછળ રસિક અને જાણવા જે ઈતિહાસ છે. એ તમે મેજર ભંડારી પાસેથી, એ જે કહે તો, સાંભળજો. અહીં તે મારી સ્વાદિષ્ટ અને સુપાચ્ય ઘઉ‘વણી રોટી અને ચામડા જેવી ચીવડ ચપાટી વચ્ચે પસંદગી કરવાનો પ્રશ્ન હતા. જેમને એવી ચપાટીઓ મળતી હતી તેમણે ઘઉંવણી ફાટી પસંદ કરી. અગાઉથી તમારી માફી સ્વીકારી લઉં છું.”