પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

४२४ એ આગ કદી બુઝાશે નહી તેમણે વધારે ઊંચે માર્ગ પસંદ કર્યો અને એમ કરીને સધળા ધર્મોએ ઉપદેશેલા ક્ષમાના સિદ્ધાંતને તેને અનુસર્યા. હું આશા રાખું છું કે સવર્ણ હિંદુઓ આ ક્ષમાને લાયક નીવડશે અને સમજૂતીની દરેક કલમના તથા તેમાંથી ફલિત થતી તમામ વસ્તુઓના શબ્દને તેમ જ ભાવનો અમલ કરશે. આ સમજૂતી તો કાર્યના માત્ર આરંભ જ છે. તેના રાજદ્વારી ભાગ, જોકે જરૂર બહુ મહત્વના છે, છતાં ભવિષ્યમાં સવણ હિંદુઓએ સુધારાને જે વિશાળ ક્ષેત્ર હાથ ધરવાનું છે તેમાં બહુ નાની જગા રોકે છે. હિંદુ વસ્તીને બહુ મોટા ભાગ જે સામાજિક અને ધાર્મિક હાડમારીઓથી તાબા પોકારી રહ્યો છે તે પૂરેપૂરી દૂર કરવાની છે. આ વસ્તુ જરાયે મચક આપ્યા વિના હાથ ન ધરવામાં આવે અને મર્યાદિત સમયમાં પાર પાડવામાં ન આવે તે, અત્યારે છોડેલા ઉપવાસ ફરી કરવાની મારી પ્રતિજ્ઞા તેમાં રહેલી છે, એ ચેતવણી સાથી સુધારકાને અને સામાન્યતઃ સઘળા સવણું હિંદુઓને હું ન આપું તો વિશ્વાસભંગ કર્યાને દોષિત હું છું. મને તે મુદત બાંધવાનો વિચાર આવ્યા હતા, પણ મને લાગે છે કે અંદરથી ચોક્કસ આદેશ મળ્યા વિના હું એમ ન કરું. મુક્તિનો સંદેશ દરેક “ અસ્પૃશ્ય’ ઘરમાં પહોંચવા જોઈએ. તેમ ત્યારે જ બને જ્યારે સુધારકા ગામડે ગામડે પહોંચી જાય. ઉત્સાહના જુવાળમાં તથા ફરી વારની વેદનામાંથી મને બચાવી લેવાની વધારે પડતી ઈચ્છાને લીધે કશી બળજબરી ન થવી જોઈએ. અજ્ઞાની તથા વહેમી લોકોને આપણે ધીરજપૂર્વક મહેનત કરીને તથા જાતે કષ્ટ વહોરીને સમજાવવાના છે, બળજબરીથી તેમને ફરજ પાડવાનો પ્રયત્ન કદાપિ કરવાનો નથી. લગભગ આદર્શ નિરાકરણ લાવવામાં આવ્યું છે, તેનું અનુસરણ હું ઇચ્છું છું કે બીજી કામ પણ કરશે અને પરસ્પર વિશ્વાસ, પરસ્પર આપ-લે અને તમામ કામોની પાયાની એકતાના નવયુગનું પ્રભાત આપણે સત્વર જોવા પામીશું. અહીં હું એકલા હિંદુ-મુસ્લિમ–શીખ પ્રશ્નનો જ ઉલ્લેખ કરીશ. હું ૧૯૨૦-૨૨ માં મુસલમાનો પ્રત્યે જેવો હતો તેવા જ આજે પણ છું. બંને કામો વચ્ચે હૃદયની એકતા અને કાયમી શાંતિ માટે દિલ્હીમાં મારા જાનને જોખમમાં નાખવા જેવા તૈયાર છું' થયા હતા તેવા જ તૈયાર આજે છું. અત્યારે આવેલા ઉછાળાને પરિણામે, આ દિશામાં આપોઆપ પ્રયત્નો થાય એવી હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું. તેમ થાય તો બીજી કેમે પણ ઝાઝો વખત અળગી રહી શકશે નહીં.