પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી અંતમાં, હું સરકારને, જેલના અમલદારોને તથા મારી સારવારને માટે સરકારે નિયુક્ત કરેલા દાકતરાનો આભાર માનું છું. મારી કાળજી લેવામાં અને સંભાળ રાખવામાં કશી કચાશ રાખવામાં આવી નથી. કરવા જેવું કશું બાકી રાખવામાં નથી આવ્યું. જેલના અમલદારોને તેવડા દબાણ નીચે કામ કરવું પડયું છે અને મેં જોયું છે કે લેવા પડેલા શ્રમ માટે તેમણે કશા કચવાટ નથી કર્યો. નાનાથી મેટા સૌને હું આભાર માનું છું. આ સમજૂતી ઉપર તાકીદે નિર્ણય લેવા માટે બ્રિટિશ પ્રધાનમંડળના હું આભાર માનું છું. તેમના નિર્ણયની જે શરતો મને મોકલવામાં આવી છે તે વિષે મારા દિલમાં અંદેશા નથી રહ્યા એમ નથી. તેઓએ સ્વાભાવિક રીતે જ સમજાતીના જે ભાગને બ્રિટિશ પ્રધાનમંડળના કામી ચુકાદા સાથે નિસ્બત છે તેટલાને જ સ્વીકાર કર્યો છે. હું ધારું છું કે આખી સમજૂતીનો સ્વીકાર જાહેર કરવામાં એમને બંધારણીય મુશ્કેલી હશે. પરંતુ હરિજન મિત્રોને - હવેથી એમને માટે એ શબ્દ વાપરવાનું હું પસંદ કરીશ - હું ખાતરી આપવા માગું છું કે મારા પૂરતો તો હું આ આખી સમજૂતીને વરેલ છું, અને તેના બરાબર પાલનને માટે મારી જિંદગીને તેઓ બાન તરીકે ગણે, સિવાય કે આપણે સવળી આપણી સ્વરછાએ બીજી અને વધારે સારી સમજૂતી ઉપર આવીએ.