પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પરિશિષ્ટ ૩ હિંદુ ધર્મની તાવણી ગાંધીજીને અસ્પૃશ્યતાનિવારણના કામ માટે કાગળ લખવાની, કાર્ય કર્તાએને તથા છાપાંના પ્રતિનિધિઓને મુલાકાતો આપવાની તથા નિવેદન બહાર પાડવાની છૂટ આપવામાં આવી ત્યાર પછી તેમણે બહાર પાડેલાં નિવેદન અને આપેલી મુલાકાતે આ પરિશિષ્ટમાં આપ્યાં છે. “છી અર , થરાદો હવે, બની હિંદુ સમાજની કસોટી ઉપવાસ છોડ્યા પછી અસ્પૃશ્યતાના સવાલની ચર્ચા ચલાવવાનો મારા પૂરેપૂરો ઈરાદો હતો, પણ એ મારા હાથની વાત ન હોઈ મારાથી એ બની શકયું નથી. હવે સરકારે મને આ કામના સંબંધમાં જાહેર પ્રચારકાર્ય ચલાવવાની રજા આપી છે. એટલે જે સંખ્યાબંધ ભાઈબહેનો યરવડાના કરારની ટીકા કરવા, કે મારી પાસેથી માર્ગ દર્શન માગવા, અથવા અસ્પૃશ્યતા સામેની લડતમાં ઊભા થતા વિવિધ પ્રશ્નો વિષેના મારા વિચારો જાણવા મને કાગળ લખી રહ્યાં છે તેમને મારાથી જવાબ આપી શકાશે. આ પ્રાસ્તાવિક લેખમાં હું માત્ર મુખ્ય સવાલ જ ચર્ચાવા ઈચ્છું છું; જે સવાલાના તાત્કાલિક ઉકેલની જરૂર નથી તે હાલ તુરત મુલતવી રાખું છું.. - અતર્યામીની પ્રેરણા પહેલો સવાલ આ છે : હું ફરી ઉપવાસ આદરુ એવા સંભવ છે ખરા ? કેટલાક પત્રલેખકે કહે છે કે મારા ઉપવાસમાં બળાત્કારની ગંધ રહેલી છે, એટલે તે બિલકુલ કરા નહોતા જોઈ તે, અને તેથી તે ફરી વાર તે ન જ કરી શકાય. બીજા કેટલાકે એવી દલીલ કરી છે કે મારા જેવા ઉપવાસને હિંદુ ધર્મ માં કે બીજા કોઈ ધર્મ માં જરાયે સ્થાન નથી. આ સવાલની ધાર્મિક બાજુ ચર્ચવાની મારી ઇચછી નથી. એટલું જ કહેવું બસ છે કે છેલ્લે ઉપવાસ મેં અંતર્યામીની પ્રેરણાથી આદરેલો, અને ફરી * પહેલું નિવેદન, તા. ૪-૧૧-૧૯ ૩૨ ૪૩૧