પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઈ હિંદુ સમાજની કસોટી હિંદુઓએ કરવાનો છે. તેમણે દલિત ભાઈબહેનોને પોતાનાં જ ભાંડુની જેમ અપનાવવાનાં છે, તેમને પોતાનાં મંદિરોમાં, ઘરોમાં, નિશાળામાં આવકાર આપવાના છે. ગામડાંના અંત્યજોમાં એવી લાગણી ઉતપન્ન કરવી જોઈએ કે તેઓ હવે બીજા ગ્રામવાસીઓ કરતાં જરાયે ઊતરતા નથી, જે ભગવાનને બીજા ભજે છે તે જ ભગવાનને તેઓ ભજી શકે છે, અને બીજા ભાગવે છે તે બધા જ હકે અને સગવડો ભોગવવાનો તેમને પણ અધિકાર છે. પણ જો સવર્ણ હિંદુઓ કરારના પ્રાણરૂપ એવી આ શરતોનું પાલન ન કરે તો મારાથી ઈશ્વર અને મનુષ્યને માં દેખાડવા જીવતા રહી શકાય ખરું ? મેં તો ડૉ. આંબેડકર, રાવબહાદુર રાજા અને બીજા દલિત વર્ગોના મિત્રોને પણ કહેવાની હિંમત કરી છે કે કરારની શરતાનું સવણ હિંદુઓને હાથે પાલન થાય એને માટે તમે મારી જિંદગીને ખેાળાધરી માનજો. હવે જો ઉપવાસ કરવા પડશે તો તે આ સુધારાના વિરોધીઓને દબાવવા માટે નહીં હોય, પણ મારા સાથી બનેલાઓને અથવા અસ્પૃશ્યતાનિવારણની પ્રતિજ્ઞા લેનારાઓને સતેજ કરી કર્તવ્યપરાયણ કરવા માટે હશે. તેઓ જો પોતાની પ્રતિજ્ઞાઓને બેવફા નીવડે, અથવા જો એ પ્રતિજ્ઞાઓનું પાલન કરવાનો તેમના કદી ઈરાદે જ ન હોય, અને તેમને હિંદુ ધર્મ એ કેવળ હાંસીખેલ હોય તો મને જીવવામાં કશો જ રસ ન રહે. એટલે મારા ઉપવાસની સુધારાના વિરોધીઓની ઉપર કશી અસર થવી ન જોઈ એ; અથવા તો જે સાથીઓ તથા કરોડો માણસોએ મારા મનમાં એવી માન્યતા ઉપજાવી હતી કે તેઓ અસ્પૃશ્યતા સામેની લડતમાં મારી અને કૉંગ્રેસની સાથે છે, છતાં જે પાછળથી અસ્પૃસ્યતા એ ઈશ્વર અને માનવજાતિની સામે ગુનો નથી એવા નિર્ણય પર આવ્યા હોય તેમના પર પણ મારા ઉપવાસની કશી અસર ન થવી જોઈએ. મારા અભિપ્રાય એ છે કે પોતાની તેમ જ બીજાઓની શુદ્ધિ માટે ઉપવાસ કરવો એ જુગનૂની પ્રથા છે, અને જ્યાં સુધી માણસ ઈશ્વર વિષે આસ્થા ધરાવે છે ત્યાં સુધી એ પ્રથા ચાલુ રહેશે. એ આતહૃદયની પરમાત્મા પ્રત્યેની પ્રાર્થના છે. પણ મારી દલીલમાં ડહાપણ હા કે બેવકૂફી, જ્યાં સુધી હું મારા વલણમાં બેવકૂફી કે ભૂલ જોતા નથી ત્યાં સુધી મને એમાંથી ચળાવી શકાય એમ નથી. જો અંતરાત્માની આજ્ઞા થશે તે જ, અને યરવડાના કરારની શરતનું પાલન કરવાની સવર્ણ હિંદુઓની અક્ષમ્ય બેદરકારીને લીધે એ કરાર ભાંગી પડતા જણાશે તો જ, મારે મ-૨૮