પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૩૪ મહાદેવભાઈની ડાયરી ફરી ઉપવાસ આદરવા પડશે. એવી બેદરકારી એ હિંદુ ધર્મનો દ્રોહ છે. એના સાક્ષી થવા જીવતા રહેવાની મારી ઇચ્છા નથી. - બીજો એક ઉપવાસ થોડા વખતમાં કેરળ દેશમાં ગુરુવાયુરનું મંદિર ખેલાવવાના સંબંધમાં કરવા પડે એવો સંભવ છે. મારી તાકીદની વિનંતીથી શ્રી કલપને પોતાના ઉપવાસ ત્રણ મહિનાને માટે મોકૂફ રાખ્યા છે. એ ઉપવાસથી લગભગ તેઓ મૃત્યુને દ્વારે પહોંચી ગયા હતા. હવે જે એ મંદિરમાં જાન્યુઆરીની પહેલી તારીખે કે તે પહેલાં હરિજનાને ‘ સ્પૃશ્ય ” હિંદુઓના જેટલી જ છૂટથી પ્રવેશ ન મળે અને શ્રી કેલપનને ફરી ઉપવાસ કરવા પડે તો એમની સાથે ઉપવાસ કરવાને હું વચનથી બંધાયેલો છું. આ સંભવિત ઉપવાસેની ચર્ચા મારે આટલા લંબાણથી કરવી પડી છે કેમ કે મને એ ત્રણ જગ્યાએથી ગરમાગરમ કાગળ મળ્યા છે. જે સંભવિત ધટના આપણને ન ગમતી હોય તેને વિષે ગભરાટમાં પડી જવાનું પરિણામ એ આવે છે કે ઘણી વાર એ ઘટના ખરેખર બને છે. એને ટાળવાને ઉત્તમ ઉપાય એ છે કે એની સાથે સંબંધ રાખનાર સૌએ પોતાની બધી શક્તિ એ કામમાં રેડવી, જેથી એ ઘટના અસંભવિત થઈ જાય. | સ્વતંત્ર સુધારા કેટલાક પત્રલેખકો પૂછે છે કે વર્ષોતરોજન અને વર્ણતરવિવાહ એ અસ્પૃશ્યતાનિવારણની હિલચાલનાં અંગ છે ખરાં? મારા અભિપ્રાય પ્રમાણે નથી. એ જેટલાં હરિજનો તેટલાં જ સવર્ણોને પણ લાગુ પડે છે. તેથી અસ્પૃશ્યતાનિવારણનું કામ કરનાર સ્ત્રી કે પુરુષ વણું તરભાજન અને વિતરવિવાહના સુધારાના કામમાં પડવાને બંધાયેલાં નથી. મારે પોતાનો અભિપ્રાય એ છે કે આ સુધારો આપણી અપેક્ષા કરતાં વહેલે થઈ રહ્યો છે. વર્ણાતર રાટીએટી-વહેવારનો પ્રતિબંધ એ હિંદુ ધર્મનું અંગ નથી. એ એક સામાજિક રૂઢિ છે. જ્યારે હિંદુ ધર્મની પડતી દશા હશે ત્યારે કદાચ તે ઘૂસી ગઈ હશે, અને હિંદુ સમાજ છિન્નભિન્ન થઈ જવાના ભય સામે કામચલાઉ રક્ષણ આપવાનો એનો ઉદ્દેશ હશે. આજે આ બે પ્રતિબંધે હિંદુ સમાજને નિર્બળ બનાવી રહ્યા છે, એના પર ભાર મુકાવાને લીધે જનસમૂહનું માનસ વનના વિકસને માટે અતિ આવશ્યક એવાં મૂળતા પર ચાંટવાને બદલે આડ' દોરવાઈ ગયું છે. એટલે જ્યાં જ્યાં ‘સ્પૃશ્ય ’ અને “ અસ્પૃશ્ય ’, હિદુ અને અન્યધમી એનાં સંયુકત ભોજનમાં લોકો સ્વેચ્છાએ ભાગ લે છે ત્યાં ત્યાં હું એને સુચિહ્ન ગણીને આવકાર આપું છું. પણ આ સુધારે સ્વતંત્ર રીતે ગમે તેટલે ઈષ્ટ હોય છતાં અસ્પૃશ્યતાનિવારણની જે રાષ્ટ્રવ્યાપી સુધારણા લાંબા વખતથી કરવી રહી ગઈ છે