પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૪૬ મહાદેવભાઈની ડાયરી માટે પૂરતા છે. હું સનાતની હોવાનો દાવો કરું છું કેમ કે ચાળીસ વરસથી એ ગ્રંથના ઉપદેશાને અક્ષરશઃ જીવનમાં ઉતારવાને હું પ્રયત્ન કરતા આવ્યો છું. ગીતાના મુખ્ય સિદ્ધાંતથી વિપરીત જે કંઈ હોય તેની હું હિંદુ ધર્મનું વિરોધી ગણીને અસ્વીકાર કરું છું. ગીતામાં કોઈ પણ ધર્મનો કે ધર્મગુરુને જ નથી. મને કહેતાં અતિશય આનંદ થાય છે કે જેટલા પૂજ્યભાવ મે’ ગીતા વિષે રાખે છે તેટલા જ પૂજ્યભાવથી મેં બાઈબલ, કુરાન, કંદઅવસ્તા અને જગતના બીજા ધર્મગ્રંથ વાંચ્યા છે. એ વાચને ગીતા વિષેની મારી શ્રદ્ધાને દઢ બનાવી છે. એનાથી મારી દૃષ્ટિ અને તેથી મારે હિંદુ ધર્મ વિશાળ થયાં છે. જરથુસ્ત્ર, ઈશુ અને મહેમદનાં જીવનચરિત્ર જેવાં હું સમજ્યો છું તેવાંએ ગીતાનાં ઘણાં વચન પર અજવાળું પાડયું છે. તેથી આ સનાતની મિત્રોએ મને જે મહેણું માર્યું છે તે મને તે આશ્વાસનનું કારણ થઈ પડયું છે. હું. મને હિંદુ કહેવડાવવામાં ગૌરવ માનું છું, કેમ કે મારે મન એ શબ્દ પૃથ્વીના ચારે દિશાના પેગંબરાના ઉપદેશ પ્રત્યે સહિષ્ણુતા રાખે એટલું જ નહીં પણ તેને આત્મસાત કરી દે એવા વિશાળ છે. આ જીવનસંહિતામાં કયાંયે અસ્પૃશ્યતાને સ્થાન હોય એવુ હુ' જોતા નથી. એથી ઊલટું, લોહચુંબકના જેવી ચિત્તાકર્ષક વાણીમાં મારી બુદ્ધિને સ્પર્શ કરીને અને એથીયે વધુ સસરા સ્પશ મારા હદયને કરીને મારા મનમાં એ આસ્થા ઉપજાવે છે કે ભૂતમાત્ર એકરૂપ છે અને બધાં ઈશ્વરમાંથી ઊપજેલાં છે ને એમાં જ વિલીન થઈ જવાનાં છે. ભગવતી ગીતામાતાએ ઉપદેશેલા સનાતન ધર્મ અનુસાર જીવનનું સાફલ્ય બાહ્ય આચાર અને કર્મકાંડમાં નથી, પણ સંપૂર્ણ ચિત્તશુદ્ધિમાં અને શરીર, મન અને આત્મા સહિત સમગ્ર વ્યક્તિત્વને પરબ્રહ્મની સાથે એકાકાર કરી દેવામાં છે. ગીતાના આ સંદેશને મારા જીવનમાં એતપ્રેત કરી દઈને હું' કરોડેની માનવમેદની પાસે ગયો છું. અને તેમણે મને સાંભળ્યો છે તે મારા કશા રાજદ્વારી ડહાપણને કારણે અથવા મારી વાણીની છટાને કારણે નહીં પણ મને હૃદયથી પોતીકે, પોતાના ધર્મને. માનીને સાંભળ્યા છે, એવી મારી ખાતરી છે. અને સમય જતાં મારી. એ શ્રદ્ધા વધુ ને વધુ દઢ થતી ગઈ છે કે હું સનાતનધમાં હોવાનો દાવો કરું એ ખોટું નથી, અને ઈશ્વરની ઈચ્છા હશે તો તે મને એ દાવા પર મારા મૃત્યુની મહોર મારવા દેશે.