પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૩૮ મહાદેવભાઈની ડાયરી છીએ. પણ એમાં અટલે સંતોષ અવશ્ય રહેલું છે કે આપણે ખુલ્લા દિલથી તેમને આવકાર આપીશું એટલાથી જ એમનામાં સ્વચ્છ થવાની ઇરછા જાગશે, અને સવર્ણ હિંદુએ પોતાનાં જ સુખસગવડને ખાતર હરિજનોને સ્વચ્છ રહેવાની ગોઠવણ કરી આપશે. ઘેર અન્યાય હરિજનાને માથે આપણે કેવા કેવા અન્યાય ખડક્યા છે એનું આપણને મરણ રહે એ સારું છે. સામાજિક દષ્ટિએ તેઓ રક્તપીતિયા છે. આર્થિક દૃષ્ટિએ તેઓ ગુલામ કરતાં નપાવટ છે. ધાર્મિક દૃષ્ટિએ તેમને આપણે જેને દેવમંદિરોને માટે નામે ઓળખીએ છીએ તે સ્થળામાં પ્રવેશ કરવાના પ્રતિબંધ છે. તેમને સવર્ણ હિંદુઓના જેટલી જ છૂટથી જાહેર રસ્તા, જાહેર નિશાળા, જાહેર ઈસ્પિતાલે, જાહેર કુવા, જાહેર નળ, જાહેર બાગબગીચા અને એવી જગાઓને ઉપયોગ કરવાની મનાઈ છે. કેટલીક જગાએ તો તેઓ અમુક અંતરથી પાસે આવે એ સામાજિક અપરાધ ગણાય છે. અને કોઈ કાઈ ટીછવાઈ પણ ઠીક ઠીક જગાએાએ તેમના દર્શનમાત્રથી જ માણસે અભડાય છે. તેમને રહેડાણ માટે શહેરી અને ગામડાંના ખરાબમાં ખરાબ ભાગ આપવામાં આવે છે, અને ત્યાં તેમને લગભગ કશી જ સામાજિક સગવડે મળતી નથી. સંવણું હિંદુ વકીલા અને ડૉકટ રા સમાજના બીજા માણસાની સેવા કરે તેવી તેમની ન કરે. બ્રાહ્મણો તેમને ત્યાં ધાર્મિક, વિધિ ન કરાવે. તેઓ જેમ તેમ કરીને જીવતર ચલાવી શકે છે અથવા હજી હિંદુ ધર્મમાં રહે છે એ જ આશ્ચર્યની વાત છે. તેઓ એટલા કચડાઈ ગયેલા છે કે જાલિમા સામે બળવો કરવાની પણ તાકાત તેમનામાં રહી નથી. કાર્યકર્તાઓની નજર આગળ યરવડીના કરારની કલમેના ગર્ભિત અર્થ આબેહૂબ ચિતાર ખડા થાય એટલા માટે આ દુ:ખદ અને શરમભરેલી હકીકતો મેં યાદ કરાવી છે. સતત અવિશ્રાંત પ્રયત્નથી જ આ દલિત લોકાને પતિત દશામાંથી ઉદ્ધાર થઈ શકશે, હિંદુ ધર્મ શુદ્ધ થઈ શકશે અને સમસ્ત હિંદુ સમાજનો અને તેની સાથે આખા હિંદુસ્તાનના ઉદ્ધાર કરી શકાશે. મુક્તિને સંદેશા આ અન્યાયાની ગણતરીમાત્રથી આપણે ભડકી ન જઈ એ. અનશનસપ્તાહનું દૃશ્ય જે સવર્ણ હિંદુઓના પશ્ચાત્તાપનું સાચું પ્રદર્શન હોય તો બધું ફીક થઈ રહેશે, અને દરેક હરિજન સ્વતંત્રતાનો પ્રકાશ અનુભવશે. પણ આ અત્યંત ઇષ્ટ પરિણામ આવે તે પહેલાં સ્વતંત્રતાને સ દેશે દૂરમાં દૂરને ગામડે પહોંચાડવો પડશે. ખરેખર ગામડાંનું કામ મોટા