પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૯ પાપનું પ્રક્ષાલન શહેરા કરતાં ઘણું વધારે કઠણ છે. કેમ કે શહેરામાં તો લોકમતને એકદમ સંગઠિત કરી શકાય છે. હવે અખિલ ભારત અસ્પૃશ્યતાનિવારણ સંધ સ્થપાય છે, એટલે કાર્યકર્તાઓએ એ સંધની સાથે અનુસંધાન રાખીને કામ કરવું જોઈ એ. અહી હું ડૉ. આંબેડકરે મને કહેલી વાત યાદ કરવા ઈચ્છું છું. એમણે મને કહેલું, “ જૂની પદ્ધતિમાં સુધારકા દલિતાની હાજતા દલિતાના કરતાં વધારે સમજવાના દાવા કરતા એવું હવે ફરી ન થવું જોઈ એ. એટલે તમારા કાર્યકર્તાઓને કહેજો કે તેઓ હરિજનના પ્રતિનિધિઓ પાસેથી જાણી લે કે તેમની પ્રથમ હાજત શી છે અને તે શી રીતે સ તાપાય એમ તેઓ ઈચ્છે છે. સંયુક્ત ભેાજના દેખાવને માટે સારાં છે, પણ એમાં અતિશયતા થવાનો સંભવ છે. એમાં મુરબ્બીપણાની ગંધ રહેલી છે, હું પોતે એમાં ન જાઉં'. વધારે માનભરી રીત તો એ છે કે કશી ધાંધલ કર્યા વિના અમને સામાન્ય સામાજિક મેળાવડાઓમાં નેતરવા. મંદિરપ્રવેશ જોકે સારે અને જરૂરી છે છતાં તે થોભી શકે છે. તાત્કાલિક જરૂરિયાત આર્થિક સ્થિતિ સુધારવાની અને રાજના વ્યવહારમાં સભ્ય વર્તન રાખવાની છે.” એમણે પોતાના કડવા અનુભવોમાંથી જે દુ:ખદાયક વિગતે વર્ણવી તે મારે અહીં આપવાની જરૂર નથી. એમનાં વચનો મને સએટ લાગ્યાં, અને વાચકોને પણ લાગશે એવી મને આશા છે. સુધા૨ક શું કરે? સુધારકા શું કરે એ વિષે મારી પાસે ઘણી સૂચનાઓ આવી છે. એક સૂચના તો સ્વામી શ્રદ્ધાનંદજી અનેક વાર કરતા તે છે, કે દરેક હિંદુએ પોતાના ઘરમાં એક હરિજનને રાખવો જોઈ એ ને તેને બધી રીતે કુટુંબીજનના જેવા ગા જોઈ એ, બીજી સૂચના કરનાર મિત્ર હિંદુ નથી પણ હિંદુસ્તાનના કલ્યાણમાં ઊડે રસ ધરાવે છે. તેઓ કહે છે કે દરેક શ્રીમંત હિંદુએ એક હરિજન યુવક કે યુવતીને, બની શકે તે પોતાની દેખરેખ તળે, ઉચ્ચ કેળવણી આપવી જોઈ એ, જેથી તેઓ કેળવણી પૂરી કર્યા પછી પોતાનાં હરિજન ભાઈબહેનાના ઉદ્ધાર માટે કામ કરે. આ બંને સૂચનાઓ વિચારવાલાયક અને અમલમાં મૂકવાલાયક છે. જેમની પાસે કરવા જેવી ઉપાગી સુચનાઓ હોય તેમને પોતાની સૂચનાઓ નવા સ્થપાયેલા સંઘ પર મોકલી આપવાને સૂચવું છું. પત્રલેખકાએ મારી મર્યાદાઓ સમજવી જોઈ એ. જેલમાં રહ્યો રહ્યો હું સંધને અને પ્રજાને માત્ર સલાહ જ આપી શકુ. જિનાઓના વ્યાવહારિક અમલમાં મારાથી કશો ભાગ લઈ ન શકાય. તેમણે એ પણ સમજવું જોઈએ કે મારા અભિપ્રાય અધૂરી હકીકત પરથી અને ઘણી વાર પરાક્ષ રીતે મળેલી ખબરો પરથી બંધાયેલા હોવાના.