પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વચનપાલનને સવાલ ૪૪૧ ગયા છે અને આખા રાષ્ટ્રવૃક્ષનાં મૂળિયાંને ચૂસી રહ્યો છે. અસ્પૃશ્યતાની ભાવના વાતાવરણમાં વ્યાપી ગયેલી છે. તેથી જો આ ઊધઈ ને મૂળમાંથી નાશ કરવામાં આવશે તો મારી ખાતરી છે કે આપણે બહુ જ થોડા વખતમાં જાતિ જાતિના અને ધમ ધર્મના ભેદભાવ ભૂલી જઈશું, અને માનવી લાગીશું કે જેમ બધા હિંદુએ એક અને અખંડ છે તેમ તમામ હિંદુઓ, મુસલમાન, શીખા, પારસી, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ એક જ વૃક્ષની શાખાઓ છે. સંપ્રદાયે ઘણા છે, પણ ધર્મ તો એક જ છે. એ પાઠ અસ્પૃશ્યતા સામેની લડતમાંથી આપણે શીખીએ એમ હું ઈચ્છું છું. અને આ લડત આપણે ધાર્મિક ભાવનાથી અને અડગ નિર્ધારથી ચલાવીશું તો એ પાઠ શીખી શકીશું. વચનપાલનનો સવાલ* અચૂક કસોટી મંદિરપ્રવેશના સવાલને ડો. આંબેડકર જેવા નજીક ગણે છે તેવા હું નથી ગણતા. મારા મત પ્રમાણે, રૂઢિચુસ્ત હિંદુ માનસે યુગધર્મને એાળખે છે કે નહીં અને હિંદુ ધર્મને કપાળેથી અસ્પૃશ્યતાની કાળી ટીલી ભૂસી નાખવાને તે તૈયાર છે કે નહી એની આ અચૂક કસોટી છે. મને લાગે છે કે હરિજનોને સવર્ણ હિંદુઓના જેટલી જ છૂટથી તમામ જાહેર મદિરામાં દાખલ કરવામાં આવે એની હિંદુ આમવર્ગના તેમ જ હરિજનાના મન પર જેટલી અસર પડશે તેટલી બીજા કશાની નહીં પડે. ડો. આંબેડકર અને વિષે પ્રમાણમાં ઉદાસીન છે એ હું સમજી શકું છું. પણ હું હરિજનાના થાડાક સંસ્કારી માણસેાનો વિચાર નથી કરતા પણ સંસ્કારવિહીન મૂંગા સમુદાયના વિચાર કરું છું. ગમે તેમ તોયે હિંદુ મદિરો આમવર્ગના જીવનમાં ભારેમાં ભારે મહત્ત્વનો ભાગ ભજવે છે. અને હું આખી જિંદગી અજ્ઞાનમાં અજ્ઞાન અને દલિતમાં દલિતની સાથે એકતા સાધવાનો પ્રયત્ન

  1. મંદિર પ્રવેશ એ ગાંધીજીને જિંદગી જોખમમાં નાખવા જેવા મહત્ત્વને સવાલ નથી એમ ડૅ. આંબેડકરે જાહેરમાં કહેલું તેને વિષે તથા હિંદુ ધર્મ ને અસંખ્ય સ્ત્રીપુરુ છે કેમ વળગી રહ્યાં છે તેને વિષે ઐસેરિયેટેડ પ્રેસના પ્રતિનિધિએ ગાંધીજીને પ્રશ્નો પૂછેલા તેને જવાબ.