પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી કરનારો રહ્યો, એટલે જ્યાં સુધી હિંદુ સમાજના “ બહિષ્કતાને માટે તમામ મંદિર ખુલ્લાં ન થાય ત્યાં સુધી મને સંતોષ નહી થાય. પણ આનો અર્થ એવો નથી કે હરિજનને જે બીજી હાડમારીએ વેઠવી પડે છે તેની હું કોઈ પણ રીતે ઉપેક્ષા કરું છું. એને વિષેની મારી લાગણી ડૉ. આંબેડકરના જેટલી જ તીવ્ર છે. માત્ર મને એમ લાગે છે કે આ બદીનાં મૂળ એટલાં ઊંડાં ગયેલાં છે કે આપણે જુદી જુદી હાડમારીઓ વચ્ચે પસંદગી ન કરવી જોઈએ, પણ બધાનો એકસામટો નિકાલ કરવા મથવું જોઈ એ. અસ્પૃશ્યતાનિવારણ સંધ સાથે હું જે પત્રવ્યવહાર ચલાવી રહ્યો છું તેને સાર પણ એ જ છે. ગુરુવાયુરનો સવાલ અકસ્માત મારી સામે આવી પડયો છે અને મારી પાસે બીજો રસ્તો જ રહ્યો નથી. શ્રી કલપન મારા મત પ્રમાણે ભારતવર્ષના સારામાં સારા મૂક સેવકોમાંના એક છે. તેમને ગમે ત્યારે પ્રતિષ્ઠિત પદ મળી શકે એમ હતું. મલબારના એ જાણીતા લેકસેવક છે. પણ એમણે જાણીજોઈને ‘દુરિત' અને * અસ્પૃશ્ય’ લોકોની સેવામાં ઝંપલાવ્યું. વાઈકામ સત્યાગ્રહ વખતે એમની સાથે કામ કરવાનાં આનંદ અને માન મને મળેલાં. ત્યાર પહેલાં લાંબા વખતથી અને ત્યાર પછી એમણે દલિત વર્ગોની ઉન્નતિ પાછળ પોતાનું જીવન રેડયું છે. પ્રજા જાણે છે કે લાંબા વખત રાહ જોયા પછી ગુરુવાયુરનું મંદિર હરિજનો માટે ખેલાવવાના પ્રયત્નમાં પ્રાણાર્પણ કરવાનો તેમણે અડગ નિર્ધાર કર્યો હતો. શ્રદ્ધાની વેદી પર પણ મને એમના ઉપવાસમાં એક ત્રટી જણાઈ અને તે મેં તરત જ તેમને બતાવી, અને તેમને વિજય હાથવેંતમાં જણાતો હતો છતાં તેમણે ઉદારતાથી મારી વાત માની ને હાથમાં આવેલી છત જતી કરી, પેતાનું પગલું પાછું ખેંચ્યું, અને ઉપવાસ મેકૂફ રાખ્યા. મેં જ્યારે એમને તાર કર્યો ત્યારે હું વચનથી બંધાયો કે જે એમણે આપેલી ત્રણ મહિનાની નોટિસ પૂરી થયે એમને ફરી ઉપવાસ કરવો પડે તો હું તેમની સાથે ઉપવાસ કરીશ.* હવે ને હું પાછી પાની કરું અને કેલપ્પનનું

  • અહી જે ટુટીનો ઉલ્લેખ છે તેનો ખુલારો ગાંધીજીએ શ્રી કેલપ્પનને મોકલેલા નીચેના બે તાર પરથી થશે :

ચાવડા, સપ્ટેમ્બર ૨૯ | * ઝામારિન મને તારથી કહે છે કે મારે તમને કેટલાક મહિના માટે ઉપવાસ માફફ રાખવાને વીનવવા. તે કહે છે કે અત્યારે હરિજનને પ્રવેશ આપવાથી જૂના પિચારના લોકોનો અંતરાત્મા દુભાય અને એવી રીતે એમને દુભવવા એ બળાત્કાર