પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઉપવાસની યોગ્યતા એક સજજન લખે છે: “ આપના છેલા ઉપવાસને હુ’ ભંડામાં ભૂડા પ્રકારનો બળાકાર ગણું છુ. યરવડાના કરાર વિષેની મારી લાગણી હું આપનાથી છુપાવવા માગતા નથી. હું જાણું છું કે મારા જેવી લાગણી કેટલાક આગેવાનોની પણ છે. આપના વ્યક્તિત્વને લીધે અને આપ યરવડા જેલમાં પુરાયેલા હોવાથી આ કરાર કરવાના આપના પગલા વિષે તેમને કઈ કહેવું ગમ્યું નહોતું. હું આ કરારને પ્રજાનું દુર્ભાગ્ય માનું છું, ને આપે ઉપવાસ ન કર્યો હોત તો એ દુર્ભાગ્ય પ્રજાને માથે ન પડત. આપના એક માનવતા મિત્રે કહેલું તે હું જાણું છું કે ના પાડવાને અર્થે આપનું અચૂક મૃત્યુ ન થતો હોત તો તેઓ કરારમાં કદી સંમતિ ન આપત. ઘણા વિચારશીલ હિ દએ એવા છે. જેમને કરાર કબૂલ કરવો પડયો એનો ખેદ થાય છે, કેમ કે એમને લાગે છે કે આપે જે અત્યારે કબૂલ્યું તે લંડનમાં કબૂલ્યું હેત તો આ કરારની કશી જરૂર ન પડત. | “ આપના લેખમાં આપે કહ્યું છે, “મારો ઉપવાસ આ કરોડાની સામે હતો. હું માનું છું કે આપને એવા ઇરાદો તો હતો, પણ ખરેખર પરિણામમાં “આ કરોડો’ને નહીં પણ બીજાને આ બાબતમાં પોતાની બુદ્ધિ અને લાગણી કે રે મુકીને આ શરતો કબૂલ કરવા સિવાય બીજો રસ્તો જ રહ્યો ન હતો. એમની ‘ના’નો અર્થ આપના કીમતી જીવનનો અંત ન થતી હોત તો દુનિયામાં બીજી એકે વસ્તુ તેમની પાસે એ કબૂલ કરાવી ન શકત. “ વળી આપે લખ્યું છે : ‘એમના સ્વયંભૂ પ્રેમે પાંચ દિવસમાં પરિવર્ત ન કરી બતાવ્યું અને યરવડાને કરાર હસ્તીમાં આર્યો.' આ શું સાચી હકીકત છે ? એમ કહેવું વધારે સાચુ નથી કે અનશનથી આપનું મૃત્યુ નીપજવાના ભય જ આ કરાર કરાવ્યું ? જે સંજોગોમાં એ થયે એ યાદ કરતાં મને લાગે છે આપ કબૂલ કરશે કે એ કરારનો જે પૂરો અમલ ન થાય તો ઝાઝા સતાપ ન કરવા ઘટે. એને સારુ આપ બીજો ઉપવાસ આદરી એ તો એથીયે ઓછું વાજબી ગણાય. આપના જેવા પ્રતિષ્ઠિત અગ્રેસરની ટીકા કરતાં મને આનંદ થતા નથી, પણ પ્રસંગ એવો છે કે 'મૂંગા રહેવામાં પૂરી પ્રામાણિકતા નથી. આપે જે માનવમેદની આગળ અસ્પૃશ્યતાના સવાલ વિશે ભાષણ આપ્યાં તેમણે જાહેર રીતે આપના વિચારોને વિરોધ ન કર્યો એટલા જ કારણે તેમણે આપના ધુ નિવેદન, તા. ૯-૧૧-૧૯૩૨ ૪૪3