પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હરિજનો પ્રત્યે તેમ જ કરારને ઉત્સાહભેર સંમતિ આપનારા સેંકડે કાગળા મારી પાસે આવ્યા છે. મારા અહીંના તેમ જ પશ્ચિમના નિકટમાં નિકટના સાથીઓએ એકબે અપવાદ સિવાય એને સંમતિ આપી છે, અને તેમણે જાતે એની આધ્યાત્િમક અસર અનુભવી છે. પણ મારા રિવાજ પ્રમાણે અને સીધે રસ્ત રહેવા માટે તથા જે હિલચાલને મેં અપનાવી છે તેને નિર્દોષ રાખવા સારુ વિરોધી ટીકાથી ભરેલા કાગળા હું પ્રસિદ્ધ કરું છું. ખાસ કરીને જે માણસે મિત્રતાના હેતુથી પ્રેરાયેલા છે એમ હું જાણું છું તેમના કાગળ અવસ્ય પ્રસિદ્ધ કરું છું. આ કાગળ લખનાર સજજન એવા જ છે એમાં શંકા નથી. e આ લેખ હું મોકલતો હતો ત્યાં અખિલ ભારત અસ્પૃશ્યતાનિવારણ સંધના સદા જાગ્રત મંત્રોના તાર મને મળ્યા કે સમસ્ત ભારતવર્ષમાં હરિજનાની કુલ વસ્તી છ કરોડ નહીં પણ ચાર કરોડથી ઓછી છે. ઠક્કર બાપાએ ઉપવાસ દરમ્યાન મારી ભૂલ સુધારેલી છતાં ખાટા આંકડા અપાયે એને સારુ હું દિલગીર છું. હરિજના પ્રત્યે આ પાંચમો લેખ છાપાંને મોકલતાં તેઓ મારા લેખોને તેમ જ આ હિલચાલને જે પ્રસિદ્ધિ આપે છે તેને માટે તેમનો ઉપકાર માનવા ઇરછું છું. શ્રી રાજભેજ અને તેમના મિત્રો ગયે અઠવાડિયે લગભગ આખી હિલચાલની ચર્ચા કરવા મને મળેલા તેમને મેં જે વાત કરેલી તેના એક ભાગનો સાર આ લેખમાં આપવા માગુ છું. એમને એક પ્રશ્ન હરિજના આ હિલચાલને મદદ કરવાને શું કરી શકે એ વિષે હતા. તેઓ આ દિશામાં ઘણું કરી શકે. કેટલાક સવર્ણ હિંદુઓ તેમની સાથે સંપૂર્ણ સમાનતાને નાતે ભળવાની ના પાડતાં જે કારણો આપે છે તેને તેઓ અગાઉથી ઈલાજ કરી શકે. હું સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂકયો છું કે હરિજનાના બહુ જ મેટા સમુદાયની દેખીતી દુર્દશા માટેનો બધો વાંક સવર્ણ હિંદુએનો જ છે. અને અસ્પૃશ્યતા નીકળી જશે તેની સાથે એ સુધારો આપઆપ થયા વિના નહીં રહે. એને અસ્પૃશ્યતાનિવારણની શરત તો ન જ બનાવવી જોઈએ.

  • પાંચમું નિવેદન, તા. ૧૪-૧૧-૧૯૩૨ અ-૨૯