પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી આંતરિક સુધારા છતાં આજની દિશામાં પણ શક્ય હોય એટલે અંશે આંતરિક સુધારા કરાવવાની હરિજન કાર્યકર્તાઓની ચોખ્ખી ફરજ છે. તેથી હરિજન કાર્યકર્તાઓએ પોતાની સર્વ શક્તિ નીચેનાં કામમાં વાપરવી જોઈ એ : ૧. હરિજનામાં સ્વચ્છતા અને સફાઈના પ્રચાર. ૨. ભંગીકામ અને ચમારકામ જેવા મેલા ગણાતા ધંધાઓ ચલાવવાની સુધરેલી પદ્ધતિ. ૩. માંસમાત્રને નહીં તો મુડદાલ માંસ અને ગોમાંસનો ત્યાગ. ૪. દારૂ ઇત્યાદિ કેફી પદાર્થોનો ત્યાગ. ૫. જ્યાં દિવસની શાળાઓની સગવડ હોય ત્યાં બાળકોને એ શાળાએમાં મોકલવાને, અને જ્યાં રાત્રિશાળાએ ખીલેલી હોય ત્યાં માબાપાને પિતાને તેમાં જવાને સમજાવવાં. ૬. હરિજનામાં અંદર અંદર જે અસ્પૃશ્યતા છે તે નાબૂદ કરવી. - સનાનું અને સફાઈ આ કલાનો શો અર્થ છે તે બતાવવાને તે ફરી તપાસી જાઉં. આપણી આબોહવામાં નિત્યસ્નાન આવશ્યક છે, અને ચેખાં કપડાં તો બધી આબેહવામાં આવશ્યક છે. હરિજનાના વાસમાં પાણી સહેજે મળતું નથી એની મને ખબર છે. તેમને જાહેર કુવાતળાવે જવાની હોતી જ નથી, અને તેઓ એટલા ગરીબ હોય છે કે બદલવાનાં કપડાં રાખી જ ન શકે. ઘણા જાણતા નથી કે લોટા પાણીથી પણ સ્વરછ સ્નાન કરી શકાય છે. સ્વચ્છ ટુવાલને પાણીમાં પૂરેપૂરો ભીજવીને તે માથા સુધ્ધાં આખે શરીરે જોરથી ધસવા અને પછી કારા ટુવાલથી શરીર લૂછી નાખવું. દરરોજ સ્નાન થતું હોય તો ભીંજવેલા ટુવાલમાંથી બધું પાણી નિચાવ્યા પછી તે શરીર લૂછવાને કામ આવી શકે. આપણી આબોહવામાં લગેટી પહેરી રાખીને એનાં એ જ કપડાં સહેલાઈથી ધોઈ ને ત્યાંનાં ત્યાં જ સૂકવી કાય. હું કહું છું તેમાં નવું કશું નથી એ હું જાણું છું. અને છતાં મારે આ પ્રાથમિક વરતુએ સે કડા કાર્યકર્તાઓને સમજાવવી પડી છે. ગ્રેજ્યુએટોમાં પણ મેં સફાઈનાં આ મૂળતાનું અજ્ઞાન જોયું છે. બીજી વાત સુધરેલી રીતે પાયખાનાં સાફ કરવાની. સ્વાથી ને અજ્ઞાની સવર્ણ હિદુઓ મનુષ્યના મળ સફાઈથી ઉપાડવા લગભગ અશકય કરી મૂકે છે. અસ્પૃશ્યતાને લીધે પાયખાનાં પાર વિનાનાં ગંદાં હોય છે. એ અંધારાં અને હવા ઉજાસ ન આવી શકે એવાં હોય છે, અને એવી રીતે બાંધેલાં હોય છે કે