પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

४५२ મહાદેવભાઈની ડાયરી બૂડી થઈ ગઈ છે, અને તેથી તેમને બીજાના ભાણુને એઠવાડ ખાવામાં કશુ’ ખાટું લાગતું નથી. તેઓ પોતાના ઘરાકનાં ભાણાની સારી વાનીઓ ખાવા તલસે છે. ભગીઓનાં બાળકોને આ એઠવાડને ન અડકવાનું અને ઘરમાં રાંધેલા જુવારબાજરીના રોટલાથી સંતોષ માનવાનું શિક્ષણ આપવામાં આવ્યાને કારણે માબાપાએ બાળકોને નિશાળમાંથી ઉઠાડી લીધાના દાખલા મારી જાણમાં છે. મુડદાલ માંસ અને રોમાંસ ચમારોને મુડદાલ માંસ અને ગોમાંસનો ત્યાગ કરવાને સમજાવવા જોઈ એ. અન્નાહારી તરીકે મને તો હરિજનો માંસમાત્રનો ત્યાગ કરે એ ગમે. ઘણાએ એવા ત્યાગ કર્યો છે. પણ એ સુધારાને સારુ તેઓ તૈયાર ન હોય તો તેમને મુડદાલ માંસ અને ગોમાંસનો ત્યાગ કરવાને સમજાવવા જોઈએ; કેમ કે મુદ્દાલ માંસ અસ્વચ્છ હોવા ઉપરાંત બાકીની આખી માનવજાતિએ તેને ત્યાગ કરેલ છે, અને ગોમાંસને હિંદુ ધર્મો નિષેધ કરે છે. મને ખબર છે કે મુડદાલ માંસ મદાં ઉપાડવાની કિંમત પેટે ગણાય છે. ડૉ. આંબેડકરે મને કહ્યું કે કેટલીક જગાએ ગામડાના લકાએ મુડદાલ માંસ છોડનારને માર માર્યો ને કહ્યું કે એ ખાવાને તમારા ધર્મ છે! હકીકત એ હતી કે તેમને બીક લાગી કે જે અમારો મુડદાલ માંસ ખાવું છોડી દેશે તો એની કિંમત જેટલા દામ માગશે અથવા તો મરેલાં ઢોર ઉપાડી જવાની ના પાડશે. ગમે તેવી મુશ્કેલી હોય તોપણ મુડદાલ માંસ અને ગોમાંસનો ત્યાગ તો થવો જ જોઈએ. એ એક જ સંયમ હરિજનાને સવર્ણ હિંદુઓની નજરમાં એકદમ ચડાવશે અને અસ્પૃશ્યતા સામેની લડતમાં સવર્ણ સુધારકાનું કામ સહેલું બનાવો. ૪થી અને પમી કલમ વિષે કંઈ કહેવાની જરૂર નથી. એ આપોઆપ સમજાઈ જાય છે. છેટલી વાત “અસ્પૃસ્યા’એ પાતામાંની અસ્પૃશ્યતા કાઢવાની છે. આ તાત્કાલિક જરૂરિયાત છે. આ બેવડી અસ્પૃશ્યતા જે એકસપાટે નાબૂદ કરવામાં ન આવે તો અસ્પૃશ્યતાનિવારણનું કામ અતિશય મુશ્કેલ થઈ જશે. પણ, આ હિલચાલ મુખ્યત્વે ધાર્મિક છે અને હિંદુ ધર્મમાં જે મેલ પેસી ગયો છે તે ધોઈ કાઢવાને એના ઉદ્દેશ છે એમ જે તેઓ સમજશે તો આ માટે સુધારે પાર પાડવાની હિંમત અને આત્મવિશ્વાસ તેમનામાં આવી જશે. આવી હિલચાલમાં કાર્યકર્તાઓ નિ:સ્વાર્થ અને શુદ્ધ ચારિત્રવાળા હોવા જોઈએ એ વસ્તુ પર મારે ભાર દેવાની જરૂર ન હોય.