પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સવને ધમ સત્યાગ્રહ ન કરાય હરિજનામાંના મોટામાં મોટી મહેચ્છાવાળા સુધારકને સંતોષ ને તેની સર્વ શક્તિ અને સમય રોકે એવા રચનાત્મક કાર્યક્રમ મેં અહીં આપ્યા છે. પણ એક વસ્તુ તો તેઓ અને હરિજન ન જ કરે. આ કસેટીની મુદતમાં તો કોઈ પણ હરિજન કેાઈની સામે ઉપવાસ ન કરે તેમ સત્યાગ્રહ પણ ન આદરે. સવર્ણ હિંદુઓની જે કરોટી ચાલી રહી છે તે તેઓ નિહાળે અને સવણ હિંદુએ પોતાને હરિજનાથી જુદા પાડનારા પ્રતિબંધ દૂર કરવાને શું કરે છે તે જુએ. સ્થાનિક સવર્ણ હિંદુઓ જોડે તેઓ કલહ ન કરે. તેમના વર્તનમાં હમેશાં, અને અત્યારે તે વધારે, વિવેક અને ગૌરવ હાવાં જોઈ એ. ધર્મની રક્ષા જાતે કષ્ટ સહીને જ કરી શકાય, જાલિમ પ્રત્યે હિંસા કરીને કદી નહી. બળજબરીથી તેઓ કદાચ ધણી વસ્તુઓ મેળવી શકે, પણ, તેમની શોભા સવર્ણ હિંદુઓનાં હૃદય પલટાવીને પોતાના હક મેળવવામાં રહેલી છે. અને આજે તો હજારો સવર્ણ હિંદુઓના મનમાં પાતાના અપરાધનું ભાન જાગ્યું છે અને તેઓ હરિજનાને તેનું વળતર આપવાને પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે, એ જાણીને હરિજનોને આશા રાખવાનું પૂરતું કારણ છે. તેઓ પોતાના પક્ષના પૂરેપૂરા ન્યાયીપણુ પર અને વિજય મેળવવાની કષ્ટસહનની શક્તિ પર પૂરેપૂરો વિશ્વાસ રાખે. સવર્ણોના ધર્મ* હૃદયપલટે હરિજના આ હિલચાલને આગળ ધપાવવાને શું કરે એ પ્રશ્ન હરિજનેમાંથી હજુ સુધી જે શ્રી રાજભાજે એકલાએ પૂછયો છે, તો હિંદુસ્તાનના તમામ ભાગમાંથી સવર્ણ હિંદુઓના–પુરુ ના તેમ જ સ્ત્રીઓના, વિદ્યાથી એના તેમ જ બીજાના —કડીબંધ કાગળા મને મળ્યો છે, તેમાં પૂછેલું છે કે અમારા બીજા વ્યવસાયમાં ખલેલ પાડ્યા વિના અમે કઈ રીતે મદદ કરી શકીએ ? અસ્પૃશ્યતાનિવારણની હિલચાલને ઉદ્દેશ આમવર્ગની બાબતમાં તો કેવળ તેમના હરિજન પ્રત્યેના વલણમાં હૃદયપલટી કરાવવાના હાઈ સવણું હિંદુઓના ઘણા મોટા ભાગે હરિજાની સેવા કરવા માટે પિતાની નિત્યની પ્રવૃત્તિઓમાં ખલેલ પાડવાની જરૂર નથી. પહેલી વાત તો

  • છ નિવેદન, તા. ૧૫-૧૧-૧૯૩૨