પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૫૪ મહાદેવભાઈની ડાયરી એ છે કે અસ્પૃશ્યતાનિવારણને પોતાના જીવનમાં શું અર્થ છે એ દરેક સ્ત્રીપુરુષ સમજે; અને જો એ જવાબ મળે કે હરિજનો જાહેર મંદિરમાં દાખલ થાય, નિશાળા, ધર્મશાળા, રસ્તા, ઇસ્પિતાલે, દવાખાનાં જેવી જાહેર જગાએ વાપરે-ટૂંકામાં ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજદ્વારી બાબતમાં હરિજનોને પોતાના જેટલો જ દરજજો મળે –એમાં પોતાને કશો વાંધો નથી, એટલું જ નહીં પણ પોતાની એવી ઈરછા છે, તો તે સ્ત્રી કે પુરુષે પિતાની પૂરી ફરજ બજાવી ગણાય. સવર્ણોમાં પ્રચાર પણ પ્રશ્ન પૂછનારાઓને આટલું જ નથી જોઈતું, તેમ મને પણ એટલાથી જ સંતોષ ન થાય. આટલે સુધી ગયા પછી આ કાર્યને આગળ વધારવાને પોતે શું કરી શકે તે જાણવા માગે છે. આવાં સ્ત્રીપુરુષોએ પોતાની નજીકના પડોશની બહાર પોતાની પ્રવૃત્તિ વધારવાની જરૂર નથી. તેઓ દરરોજ જેમના સંસર્ગમાં આવે છે તે સૌના મત ભેગા કરે; અને જો પડોશીઓને અસ્પૃશ્યતાનિવારણની આવશ્યકતા વિષે ખાતરી ન થઈ હોય અને જે તે હિલચાલને સૂમ અભ્યાસ કર્યો હોય, તો આ વાત તેમને ગળે ઉતારવાનો પ્રયાસ કરે; અથવા જે પોતે સમર્થ ન હોય તે. તેઓ જરૂરી સાહિત્ય મેળવે, તે પડોશીઓને આપે, અને આવા પ્રચારકાર્ય માટેની ખાસ લાયકાતવાળા, આખા વખત આપનારા કાર્યકર્તાઓ સાથે તેમનો સમાગમ કરાવી આપે. પડોશીઓને આ હિલચાલની ભાવનાના પશ નથી થયા એમ જણાય, અને પોતાની કંઈ લાગવગ હોય તો જાહેર ભાષણ અને મેળાવડા ગોઠવે, અને એવી સભાઓમાં વકતાઓને બોલાવે. આટલું તા સવણું હિંદુઓની અંદર કામ કરવા વિષે. હરિજનેની સેવા પણ આ સ્ત્રીપુર પાને માટે સમુદાય ખરેખરું કામ તે હરિજનામાં જ કરી શકે એમાં સંશય નથી. જે સવણ હિંદુઓએ મારા પાંચમો લેખ વાંચ્યા હશે તેઓ જોયા વિના નહીં રહ્યા હોય કે સવર્ણ હિંદુઓએ કેટલી બધી મૂંગી અને ઉપયોગી સેવા કરવાની છે. સમય, શકિત કે દ્રવ્યના ઝાઝા વ્યય વિના સવણ હિંદુઓ જરૂર પૂરતા પાણીની સુગમતા મેળવી સ્વચ્છતાની ટેવ પાડવાના હરિજન કાર્યકર્તાઓના પ્રયત્નની ઠીક ઠીક પૂતિ કરી શકે. તેઓ હરિજનાના વાસ પાસે આવેલાં જાહેર કૂવાતળાવ શોધી કાઢીને, એ કુવાતળાવ વાપરનારા સવણુ હિંદુઓના મત ભેગા કરે, ને તેમને બતાવે કે આવી બધી જાહેર સગવડ મેળવવાના હરિજનોને કાયદેસર હક છે. અને સાથે સાથે તેઓ એ પણ સંભાળ રાખે કે આ સગવડા હરિજન વાપરે