પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સવનો ધમ" ૪૫૫, એ માટે સવર્ણ હિંદુઓની સંમતિ મળ્યા પછી હરિજને એને સવર્ણોને સૂગ ચડે એવી રીતે ઉપયોગ ન કરે. પાયખાનાંની સફાઈ બાબતમાં તેઓ પાડેશનાં જે ઘરાનાં પાયખાનાં હરિજનો સાફ કરતા હોય તેના માલિકોને મળે, અને હરિજનોને એ સફાઈકામ સ્વચ્છ રીતે કરવાની સુગમતા કરી આપવાની જરૂર તેમને સમજાવે. આને સારુ તેમણે પાયખાનાં બાંધવાની અને મળ ખસેડવાની શાસ્ત્રીય પદ્ધતિનો અભ્યાસ કરવો જ પડશે. તેઓ ઘરધણીઓ પાસેથી ભગીઓને આપવાના ખાસ પોશાક પણ મેળવી શકે, અને પોતે વિના સંકોચે પાયખાનાં સાફ કરીને હરિજાને બતાવે છે એવી સેવા કરવામાં હીણપત કે અપ્રતિષ્ઠા જરાયે નથી. આવા સેવકોએ સવર્ણો ભગીઓને એઠવાડ આપે તેની સામે પ્રચાર કરવો જોઈએ, અને જ્યાં તેમને બહુ જ ઓછો પગાર મળતો હોય ત્યાં પૂરતું મહેનતાણું આપવા ઘરધણીઓને સમજાવવા જોઈ એ. આવા કુરસદના વખતે કામ કરનાર સ્વયં સેવકોમાંથી કોઈનામાં મડદાનાં ચામડાં ઉતારવાની સ્વચ્છ પદ્ધતિ શીખીને એ રીતે મેળવેલા જ્ઞાનને મારામાં પ્રચાર કરવા જેટલી દયાવૃત્તિ અને હોંશ ન હોય ત્યાં સુધી અમારકામની બાબતમાં ઝાઝી મદદ ન કરી શકાય. છતાં એક વસ્તુ તો તેઓ જરૂર કરી શકે. એવાં મડદાંને ઠેકાણે પાડવા વિષેના રિવાજની તેઓ ભાળ કાઢે, અને ચમારોને તેમની સેવાના બદલામાં પૂરતા મહેનતાણાની ખાતરી મળે એટલી કાળજી રાખે. જેમની પાસે શક્તિ અને સમય હાય તેઓ દિવસની તેમ જ રાતની શાળાઓ ચલાવે, રજાને દિવસે કે જ્યારે જ્યારે તક મળે ત્યારે હરિજન બાળકોને વનભેાજન માટે અને સુંદર દેખાવા બનાવવા લઈ જાય, હરિજનોને ઘેર જઈ તેમને મળે, જરૂર હોય ત્યાં તેમને ડોકટરી મદદ મેળવી આપે, અને સામાન્ય રીતે તેમનામાં એવી લાગણી ઉત્પન્ન કરે કે તેમના જીવનમાં નવું પાનું ઊઘડયું છે, અને તેમણે હવે પોતાને હિંદુ સમાજના ઉપેક્ષિત અને તિરસ્કૃત ગણવાની જરૂર નથી. મેં વર્ણવ્યું છે એ બધું વિધાથીવગ અતિશય સહેલાઈથી અને કુશળતાથી કરી શકે એમ છે. ne જે આ કામ સ્ત્રીપુર પોના મેટો સમૂહ મૂગાં ઉત્સાહ, સંકલ્પ અને ચતુરાઈથી કરે તો આપણે આપણા ધ્યેયની દિશામાં ઘણાં ડગલાં આગળ વધીશું એમાં મને લવલેશ શંકા નથી અને એવો પણ અનુભવ થશે કે મેં વણવી છે એના કરતાં વધારે વસ્તુઓ તરફ ધ્યાન આપવાની જરૂર છે. મેં તો ફક્ત મારા પ્રવાસ દરમ્યાન મારી નજરે ચડેલી ઘણી વસ્તુઓમાંથી થોડીક ચૂંટીને આપી છે.