પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સનાતનીઓને* જે પ્રશ્નોના જવાબ આ લેખમાં આપવાને હું પ્રયત્ન કરવાનો છું તેને ઓછેવત્તે અંશે આગલા લેખમાં સમાવેશ થઈ જાય છે. છતાં એ પ્રશ્નો વારંવાર પુછાયાં કરે છે એટલે મને લાગ્યું કે બની શકે એટલા પ્રશ્નો ભેગા કરીને એક લેખમાં એની ચર્ચા કરું એ સારું. જબરદસ્તાને ભય એમાંના એક સવાલ આ છે : “ તમે લોકોને પોતાની મરજીવિરુદ્ધ વર્તવાની ફરજ પાડતા નથી ? ” મારા તો એવા ઈરાદો નથી. મેં કરવા ધારેલા ઉપવાસનો ઉદ્દેશ નિર્બળને બળવાન બનાવવાને, ઢીલાપાચાઓમાં ઉત્સાહ રેડવાને, અને શંકાશીલેમાં આસ્થા ઉત્પન્ન કરવાના છે. જે કોઈ એને વિષે જરા પણ વિચાર કરે તેને સાફ સમજાવું જોઈએ કે આ સુધારાના વિરોધીઓ ઉપર ઉપવાસની અસર નહીં પડે, એટલું જ નહીં પણ ઉપવાસથી મારું મૃત્યુ નીપજે તો કદાચ તેઓ એને વધાવી લેશે, અને એ કદાચ એમના દૃષ્ટિબિંદુથી યોગ્ય ગણાશે. એક ક્રોધે ભરાયેલા પત્રલેખક આ વાત આ જ શબ્દોમાં કહેતાં અચકાયા નથી. પણ બીજો એક ભાઈ કહે છે : “ મારો પોતાને અમુક વસ્તુ કરવાના ઇરાદો નથી એમ તમે કહો એ બધું ઠીક છે. એવા ઘણા જૂના વિચારના લોકો છે જે તમારા અતિ ઉત્સાહી અનુયાયીઓને હાથે શારીરિક ઈજા થવાના ભયથી જ લેકસમૂહને અનુસરશે.” આવી દલીલ તો કાઈ પણ સંજોગોમાં કરી શકાય. મેં મારી જિંદગીમાં એવી ઘણી હિલચાલ ચલાવી છે જેમાં ઉપવાસની જરૂર પડી નથી. પણ જેને જવાબ હું અત્યારે આપું છું તે આરોપ મને મારા ધ્યેયથી ચળાવવા માટે અનેક વાર મારી ઉપર મૂકવામાં આવ્યું છે. આગામી ઉપવાસનાં અણધાર્યા પરિણામ ગમે તે આવો, એ વચનપાલનના સવાલ હોવા ઉપરાંત જે પ્રસંગ આવે તો મારે તે આદર જોઈ એ એનું વધારાનું કારણ એ છે કે તેને લીધે મારા પર વિશ્વાસ ધરાવનારા હજારો માણસ શુભ પ્રયત્ન કરવા અચૂક પ્રેરાશે. ધાર્મિક સ્વરૂપવાળી દરેક હિલચાલમાં એમ જ બનવાનું. સાતમું નિવેદન, તા. ૧૬-૧૧-૧૯૩૨