પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજાજી હૃદય ઠાલવે છે વેળા આવે છે. તમારી બેઉની ઉપર આનું પરિણામ એ આવો કે તમારી ત્યાગવૃત્તિ ને સેવાવૃત્તિ વધે. આર્થિક તકલીને અફસોસ ન કરતાં પડયું પાનું નિભાવી લેવું. આ શરીર પાસેથી વધારે સેવા લેવી હશે તો પ્રભુ નિભાવી લેશે. જે સેવા નહી લેવાની હોય તો તેને પાડી નાખશે. બંને રીતે સવળું જ છે. તેની ઇરછા વિના એક તણખલું સરખુંય હાલી નથી શકતું એ વિચાર મનમાં દઢાવી રાખવા. મૌન લીધા બાદ આ કાગળ લખ્યો છે.' રાજગોપાલાચાર્યે થાડી લીટીમાં પેતાના હૃદયનું દુ:ખ ઠાલવી દીધું : « જેલમાં તમને મળવાને માટે મેં માગણી કરેલી તેની સરકાર તરફથી ના નો કાગળ મને હમણાં જ મળ્યા. તમે મને મદ્રાસ જે કાગળ લખેલા તે કાગળ મને અહીં મળે. કારણ એ મદ્રાસ પહોંચે તે પહેલાં હું ત્યાંથી નીકળી ગયા હતા. કાગળ માટે તમારા આભાર. હું શું કામ જૂઠું બોલું ? હું રાચી શકતો નથી. આ આત્મહત્યાન હું કશો બચાવ જોતા નથી. ઈશ્વરે આપેલી જિંદગીનો જગતને માટે તમારે ઉપયેાગ કરવા જોઈએ. સેનાનાં ઈંડાં મૂકનારી મરઘીને તમે મારવા બેઠા છે. ક્ષમા કરશે. જો ત્યાં સુધી મને છૂટ રહેવા દેવામાં આવશે તો * તમે છૂટશે ' ત્યારે હું તમને મળવાની આરા રાખું છું. મને બહુ દુ:ખ થાય છે. મારી પાસે બીજો શબ્દ નથી. તમને લાગશે કે સત્યાગ્રહના સિદ્ધાતો હું ભૂલી ગયો છું. મને એમ લાગતું નથી. યાર. સી. આર.” એમને જવાબ : My dear C. R., "My heart goes out to you in your distress. I have no doubt about the truth of the Inner Voice. Nor have I any doubt that you will soon see the light out of the darkness. Love and yet more love, Bapu. ** પ્રિય સી. આર.,

  • તમારું દુ:ખ જોઈ મારું હૃદય કવે છે. અંતર્નાદની સત્યતા વિષે મારા દિલમાં રજ પણ અદેશ નથી. વળી મારી ખાતરી છે કે તમે અંધકારમાંથી જલદી પ્રકાર જોઈ શકશે.

ખૂબ ખૂબ પ્યાર, બાપુ.”