પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૫૮ મહાદેવભાઈની ડાયરી કરવા માગે છે અને બળાત્કારના વિચારમાત્રને વાજબી વિરોધ કરી છેતેઓ એમ તો નહીં જ ઇચ્છે કે જે સુધારાની ચેજનાએ તમે જરૂરની માનો છો તે બરાબર તમને ગમે એવી જ રીતે પાર પાડવાને સુધારકા પર બળાત્કાર કર જોઈ એ. હરિજનાની સ્થિતિ સુધારવાની જરૂર સ્વીકારવામાં તમે આ સુધારકો સાથે એકમત છે; પણ તમે એ દિશામાં કશું દેખાઈ આવે એવું કામ કર્યું નથી, તેથી એક વધુ સારા રસ્તો સૂચવવાની હિંમત કરું છું. સુધારકો જે ફાળા ભેગા કરે છે તેમાં તમે ઉદારતાથી દાન આપી, અને તેમને આ સર્વસંમત ાજના પાર પાડવા માટે તમારા આડતિયા તરીકે વાપરો. અને જેમ હિંદુ ધર્મના તમારા અર્થ પ્રત્યે તેઓ આદર રાખે એમ તમે ઇચ્છા છે, તેવી જ રીતે તેમણે કરેલા અર્થ પ્રત્યે તમે આદર રાખો. અત્યાર સુધીના વ્યવહારમાં, હરિજનો સાથે ભળવાના સુધારકાના પગલાની સામે તમે વાંધો લીધા નથી. તમે તેમને પિતાને રસ્તે જવા દીધા છે. તમે તેમના બહિષ્કાર કર્યો નથી. ત્યારે હવે આ હિલચાલ પહેલાં કરતાં વધારે વેગવાન અને વધારે વિશાળ થઈ છે તે વખતે તમે વિરોધ કરી એનો કશે અર્થ નથી. એક મુશ્કેલી હજુ ઊભી રહે છે : “ જે જાહેર મંદિરો અને બીજી જાહેર સંસ્થાઓ આજે હયાત છે અને જ્યાં આજે -- કેટલીક જગાએ કાયદેસર રીતે, અને બીજી ઘણી વધારે જગાઓએ ગેરકાયદેસર રીતે – હરિજનોને પ્રવેશ કરવાની મનાઈ છે તે મંદિરાનો અને સંસ્થાઓનો ઉપચાગ કરવાના હક કાના? ” આ મુશ્કેલી ટાળવાનો એક બહુ જ સાદો રસ્તો છે. જે દરેક પક્ષ ક્રોધ અને પરસ્પર અનાદર છોડી દે તો દરેક ગામડામાં અથવા ગામડાંના સમૂહમાં, અને દરેક શહેરમાં અથવા શહેરના દરેક લત્તામાં લોકમતની ગણતરી કરી શકાય; અને જે પક્ષના વિચારની તરફેણમાં બહુમતી હોય તે આ જાહેર મંદિરો અને સંસ્થાઓના ઉપયોગ કરે. અને જે સનાતનીઓની બહુમતી થાય તે સુધારકે અને હરિજનો માટે સરખી સગવડ પૂરી પાડ્યાના ખર્ચમાં સનાતનીએ સુધારકાને ભાગ આપે. હું સુધારકાને હરિજનો સાથે ગણું છું, કેમ કે જે તેમનામાં તેજસ્વિતા હોય અને તેઓ પોતાની શ્રદ્ધાને આચારમાં ઉતારવા માગતા હોય તો જ તે દહાડે તેમના પર એ ફરજ આવી પડવાની છે કે જે સગવડ હરિજન સવર્ણ હિંદુઓની સાથે સંપૂર્ણ સમાનભાવે ન ભોગવી શકતા હોય એવી એકેએક સગવડનો પોતે ત્યાગ કરવા. આવી નાખી ને સરખી સગવડો ઊભી કરવાના બધા ખરચ સનાતનીઓએ ભોગવવા જોઈ એ; કેમ કે હું તેમના કાગળો જે રીતે સમજ્યો છું અને