પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વધુ કેયડા ગ્રંથ મેં દક્ષિણમાં જોયેલો. આ ગ્રંથ વિષે જ્યારે સાક્ષર મિત્રાને પૂછયું ત્યારે તેમણે કહ્યું કે એમને એની કશી ખબર નથી. આગમોની સંખ્યા પણ નાનીસૂની નથી. એમને તપાસતાં જણાય છે કે તેઓ પરસ્પર વિરોધી હોય છે, અને જે નાના ક્ષેત્રમાં તેને સ્વીકાર થયો હોય તેની બહાર પ્રમાણભૂત ગણાતા નથી. જો આ બધા ગ્રંથ હિંદુઓને માટે પ્રમાણભૂત ગણાય તો એવા એકે અનાચાર નથી જેને માટે શાસ્ત્રના આધાર ન મળે. અને પ્રાચીન મનુસ્મૃતિમાંથી પણ જે શંકાસ્પદ પ્રામાણ્યવાળા શ્લોકો કાઢી નાખવામાં ન આવે તો એ આખા મહાન ગ્રંથમાં જે ઊંચામાં ઊ ચા સૈતિક ઉપદેશ ઠેકઠેકાણે વેરાયેલા છે તેનાં વિરોધી વાકયો કેટલાંયે મળી આવે. તેથી ભગવદ્ ગીતામાં એક જ જગાએ જયાં “ શાસ્ત્ર’ શબ્દ આવે છે ત્યાં મેં એનો અર્થ ગીતા બહારના કોઈ ગ્રંથ કે વિધિવાકય એવા નથી કર્યો, પણ એનો અર્થ કાઈ જીવન પ્રમાણભૂત વ્યક્તિમાં મૂર્તિ મત થયેલ સદાચાર છે. હું જાણું છું કે એથી આ ટીકાકારને સંતોષ નહીં થાય. અને પ્રાકૃત માણસ તરીકે હું કોઈને દોરી ન શકું, પણ હું શાસ્ત્રનો ચેકસ શો અર્થ કરું છું એ જણાવીને મારા ટીકાકારોની જિજ્ઞાસા તૃપ્ત કરી શકું. ઈશ્વરી પ્રેરણા અને અતર્નાદ બીજો એક આ સવાલ એટલા જ આગ્રહથી ફરી ફરીને પુછાય છે: ઈશ્વરી પ્રેરણા અને અંતર્નાદનો અર્થ આપ શું કરો છો? અને જે દરેક માણસ પોતાને એવી પ્રેરણા થયાનો દાવો કરે અને દરેક જણ પોતાના પડોશીઓથી સાવ જુદી રીતે વર્તે છે આપની અને દુનિયાની શી દશા થાય?” આ સારો સવાલ છે. ઈશ્વરે જે આત્મરક્ષાને સારુ સગવડ ન કરી રાખી હોત તે આપણી માઠી દશા થાત. તેથી એ દાવા ભલે બધા કરે, પણ એ સાચા પાડી બતાવનારા તે થોડાક જ નીકળશે. કેાઈ દુન્યવી રાજાની આજ્ઞાનુસાર ચાલવાના ખેટે દાવા કરનારની જેટલી બૂરી દશા થાય, તે કરતાં વધારે બૂરી દશા, ઈશ્વરની પ્રેરણા કે અંતર્નાદની આજ્ઞાનુસાર ચાલવાનો ખેાટે દાવો કરનારની થશે. પહેલા તો પકડાશે તો શારીરિક સજા પામીને છૂટી જશે, પણ બીજે તે શરીર અને આત્મા ઉભય સહિત વિનાશ પામશે. ઉદાર મનના ટીકાકારે મારા પર દગાનો આરોપ મૂકતા નથી, પણ કહે છે કે હું ભારે ભ્રમણામાં પડેલ હોવાનો સંભવ છે. તોપણ મારે માટે એનું પરિણામ હું જૂઠા દાવા કરતા હોઉં એથી બહુ જુદું ન આવે. મારા જેવા નમ્ર શાધક હોવાના દાવા કરનારે અત્યંત સાવચેત રહેવું જોઈ એ અને મનનું સમતોલપણું સાચવવું જોઈએ. ઈશ્વર પ્રેરણા કરે તે પહેલાં તેણે