પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૬ર મહાદેવભાઈની ડાયરી શૂન્યવત બની જવું પડે છે. આ વસ્તુ વિષે હું વધારે ન કહું, મેં જે દાવો કર્યો છે તે અસાધારણ નથી તેમ મારે એકલાને વિષે પણ નથી. જેઓ ઈશ્વરને પૂરેપૂરા શરણે જાય છે તે સૌના જીવનને તે નિયામક બને છે. ગીતાની ભાષામાં, જેમણે સંપૂર્ણ અનાસક્તિ એટલે કે આત્મવિલોપન સાધ્યું છે તેમની મારફતે ઈશ્વર પોતાનું કામ સાધે છે. આમાં ભ્રમણાના પ્રશ્ન જ નથી રહેતા. મેં એક સાદું શાસ્ત્રીય સત્ય રજૂ કર્યું છે. જેનામાં એવી લાયકાત મેળવવાની ઈચ્છા અને ધીરજ હોય તે સૌ એની કસોટી કરી શકે છે. એ લાયકાત પણ સમજવામાં અતિશય સાદી અને જ્યાં નિર્ધાર હોય ત્યાં પ્રાપ્ત કરવી સહેલી છે. છેવટે, મારા દાવાને વિષે કેાઈ એ ચિંતા કરવાની જરૂર નથી. હું લેાકાને જે કરવાનું કહું છું તે બુદ્ધિની કસોટીએ ચડી શકે એવું છે. હું ચાલ્યા જઈશ ત્યારે પણ અસ્પૃશ્યતા દૂર કરવાની તો રહેશે. ઉપવાસની પ્રેરણા ઈશ્વરે કરેલી છે કે નહીં એની ફિકર મારા નિકટમાં નિકટના સાથીઓએ પણ કરવાની જરૂર નથી. તેઓ મારી પ્રત્યેના પ્રેમને લીધે આ કાર્ય માં એવડા ઉત્સાહથી કામ કરે, એ તો આપત્તિ નહી જ ગણાય; પછી ભલેને એમ માલુમ પડે કે ઉપવાસ એ એક મનસ્વી મિત્રનું બેવકૂફીનું પગલું હતું. જેમને મારે વિષે પ્રેમ કે વિશ્વાસ નથી તેમના પર ઉપવાસની અસર થવાની નથી. તેથી મારા ધારેલા ઉપવાસની અથવા એ વિષેના મારા દાવાની વાત ફરીફરીને કર્યા કરવાથી પ્રજા મૂઝાય છે, અને રાષ્ટ્રની સામે જે મહાન કાર્ય પડેલું છે તેમાંથી ધ્યાન આડે દોરાય છે. તેથી મારી પાસેના ઢગલાબંધ કાગળામાંથી વીણી કાઢેલાં થોડાંક ચિત્રો તરફ વાચકનું ધ્યાન ખેંચી આ લેખ પૂરો કરીશ. હરિજનના વાસ આ એક ચિત્ર વિલેપારલેનું છે. ત્યાં હિંદુઓની તેમ જ બીજી કામાની વસ્તી છે. વિલેપારલેમાં સુમારે ૧૭૦૦ ઘર છે. મ્યુનિસિપાલિટીને રૂ. ૭૦,૦૦૦ની આવક છે, તેમાંથી રૂા. ૩૧,૦૦૦ સફાઈકામ પાછળ વપરાય છે. ભગીઓને જે લત્તામાં રાખવામાં આવે છે ત્યાં નથી પાકા રસ્તા, નથી પાણીની ગોઠવણ, નથી સ્વચ્છતાની સગવડ, જમીન પણ નીચાણમાં છે. ઝુપડાં એ એક વખતે પાયખાનાં માટે વપરાયેલા ડબાનાં પતરાંનાં બનાવેલાં થેલકાં છે. દીવાબત્તીની સગવડ નથી. પાસે જ પરાના કચરો નાખવાના ઉકરડો છે. તેમાંથી હમેશાં દુગધ છૂટયાં કરે છે. એની જોડાજોડ પાયખાનાંની માટીના ખટારા રાખવાની જગા છે. આની સાથે મેલા ડબા લેવા માટે પાણીના એક નળ જોડેલા છે. મુકાદમ જે ભલા હોય તો ભંગીઓને આ નળ પાણી ભરવા દે ! બીજી બાજુ ધરાનાં