પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦ ધર્મરક્ષાને કાજે - મતગણતરી જાન્યુઆરીની પહેલી તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ગુરુવાયુર વિષેના કાગળા વધતા જાય છે. એ કાગળામાંથી ઊભા થતા પ્રશ્નોના એકે એકે જવાબ આપવાને બદલે મારી સ્થિતિનું જાહેર નિવેદન કરીને એ બધાને જવાબ આપવા કદાચ સહેલો પડશે. જે જાન્યુઆરીની બીજી તારીખ પહેલાં ગુરુવાયુરના મંદિરમાં હરિજનાને સવર્ણ હિંદુઓના જેટલી જ છૂટથી પ્રવેશ નહીં મળે તો તે તારીખે ઉપવાસ શરૂ થશે. પણ જો એમ ચેકસ માલૂમ પડે કે પડેશમાં વસતા અને મંદિરમાં જનારા હિંદુઓ હરિજનાના મંદિરપ્રવેશની વિરુદ્ધ છે, અથવા જે એમ ચાકસ જણાય કે હરિજન માટે મંદિર ખુલ્લું મૂકવાને સૌ આતુર છે પણ આવતી બીજી જાન્યુઆરી પહેલાં ન ટળી શકે એવી કાયદાની મુશ્કેલી નડે છે, તો મારા ઉપવાસ મુલતવી રહેશે. મારી પાસે આવેલા ઘણાખરા કાગળામાં મને ખાતરી આપવામાં આવેલી છે કે મંદિરમાં જનારાઓ મંદિરમાં હરિજનાને દાખલ કરવાની તરફેણમાં છે. એક બે પત્રલેખકે આ વાતનો સખત વિરોધ કરે છે, અને કહે છે કે જો યોગ્ય રીતે મતગણતરી કરવામાં આવે તો બહુ જ મોટો ભાગ હરિજનાના પ્રવેશની વિરુદ્ધ છે એમ જણાઈ આવશે. આ પત્રલેખકોએ પોતાના અભિપ્રાયના સમર્થનમાં કરશા પુરાવા આપ્યો નથી, જ્યારે બીજાઓ કહે છે કે તેમણે પોતાની રીતે મતગણતરી કરી છે અને તેનું પરિણામ હરિજનના મંદિરપ્રવેશની તરફેણમાં આવ્યું છે. જે રૂઢિચુસ્ત લકા સંમત થાય તો બંને પક્ષે નીમેલા મધ્યસ્થાની હાજરીમાં તરત જ લેકમતની ગણતરી કરી શકાય. ગયા શનિવારે ‘ટાઈમ્સ ઑફ ઈંડિયા’ના ખબરપત્રીના સવાલનો જવાબ આપતાં મેં જે યાજના સૂચવી છે તે અહી ફરી આપવાની જરૂર નથી. ગમે તેમ હો, સુધારક પક્ષે બિલકુલ વખત ગુમાવ્યા વિના પોતાના કથનને નિર્વિવાદ પુરાવાથી સબળ બનાવવું જોઈએ. ચાવી મજાના હાથમાં પણ તેઓ કહે છે કે મંદિરમાં જનારાઓના બહુ જ મોટા ભાગનો અભિપ્રાય તેમની તરફેણમાં હોય તોપણ મ દિરની ચાવી ઝામારિનના હાથમાં • નવનું નિવેદન, તા. ૨૮-૧૧-૧૯૩૨