પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ધમરક્ષાને કાજે ૪૧૫ છે. એ વાતમાં શાબ્દિક સત્ય છે ખરું, પણ ઝામારિન મંદિરના માલિક નથી. તેઓ ટ્રસ્ટી હોઈ મંદિરમાં જનારના પ્રતિનિધિ છે. તેથી પ્રજાના મોટા ભાગે સ્પષ્ટપણે પ્રગટ કરેલી ઈચ્છાનો તેઓ વિરાધ ન કરી શકે. જો કાયદાની કઈ મુશ્કેલીઓ હોય તો તે તેમણે દૂર કરવી જોઈએ, અને તેઓ તેમ ન કરે તો એનો અર્થ એટલો જ છે કે તેમને પોતાના સ્પષ્ટ કર્તવ્યનું પાલન કરવાની ફરજ પાડવા જેટલા લોકમત પ્રબળ થયો નથી. એટલે મારા ઉપવાસ લેાકમતને એટલે પ્રબળ બનાવશે જેથી એનો પ્રભાવ પડવા વિના ન રહે. એટલે ખરું જોતાં મંદિરની ચાવી પ્રજોના હાથમાં છે. પણ કાયદાનું એક સૂત્ર છે કે કાયદો અથવા ન્યાય જાગતાને મદદ કરે છે,. આળસુને નહી'. તેથી કેરળ પ્રાંતના સુધારકાએ ઝામોરિનને દોષ દેવા ન ઘટે. ઝામારિનને વિષે દુષ્ટ હેતુનું આરોપણ કરવું એમાં અવિવેક અને અન્યાય છે. તેઓ જે હરિજના માટે મંદિર ખુલ્લું મૂકવા તૈયાર ન હોય તો આપણે માનવું જોઈએ કે પ્રજાની માગણી તેમને ગળે ઊતરી નથી. તે ના પાડે તો આપણે એમને ગાળ દેવી ન ઘટે, પણ આપણા પક્ષની નબળાઈ શાધવી ઘટે. આ પ્રજાની સ્પષ્ટ રીતે પ્રગટ કરેલી ઈરછા છે અને ઝામરિન પ્રજાના પ્રતિનિધિ હોઈ એ તરછોડી ન શકે એવી લાગણી પ્રજામાં પેદા થાય એમાં જ વધારે ગૌરવ અને ઔચિત્ય છે. ગુરુવાયુરનો પ્રશ્ન આખા રાષ્ટ્રના પ્રશ્ન થઈ ચૂક્યા છે. આખા હિંદુસ્તાનમાં સવણું હિંદુઓ જાગ્રત થાય અને પોતાના મત જાહેર કરે કે પોતે ગુરુવાયુરના મંદિરમાં હરિજનોને પ્રવેશ મળે એમ ઈચ્છે છે. આવા પ્રામાણિકપણે અને સ્વતંત્રપણે પ્રગટ કરેલા અભિપ્રાયની શક્તિ અમાધ થઈ પડશે. હું સુધારકોને ચેતવણી આપી ચૂકયો છું કે તેમનાથી રૂઢિચુસ્ત સનાતનીઓ, અથવા વાઈસરૉયને કરેલી અરજીમાં તેમણે જે નામ ધારણ કર્યું છે તે વાપરીએ તો ‘નાફેરવાદીઓ’ વિષે અઘટિત ભાષા ન જ વપરાય. તેમને પોતાના અભિપ્રાય ધરાવવાનો હક છે. હું અસ્પૃશ્યતાના સવાલને મુખ્યત્વે ધાર્મિક ગણું છું, એટલે હું ઇચ્છું છું કે સુધારકા અને નાફેરવાદીઓ એકબીજા પર દુષ્ટ હેતુને આરોપ મૂકડ્યા વિના ધાર્મિક ભાવનાથી કામ કરશે. કોઈ પણ સુધારો બળાત્કારથી ન કરાવી શકાય, ન કરાવવા જોઈ એ; તે પછી ધાર્મિક સુધારામાં તો બળાત્કાર કેમ જ કરાય ? આગામી ઉપવાસનાં મર્યાદા અને ઉદ્દેશ મેં ફરી ફરીને અસંદિગ્ધ શબ્દોમાં વર્ણ વ્યાં છે. મ-૩૦