પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

, , પણ આવતા રહેવાની માન નથી, પણ આપ ઉ૫ ' એમ અધિવે જરાયે ભારતને કેટલાકને મહાદેવભાઈની ડાયરી મારી ધમશ્રદ્ધા પણ એક સજજને પોતાની તેમ જ બીજાની વતી ગુજરાતીમાં નીચેની મતલબના કાગળ લખ્યા છે : | “ હું કોઈના પર બળાકાર નથી કરવા માગતા એમ આપ કહો એ બધું ઠીક છે, પણ આપના વલણને લીધે કેટલાક લોકોને પોતાની મરજી વિરુદ્ધ વર્ત વાની ફરજ પડયા વિના રહેવાની નથી. અમને કેટલાકને આપના ધાર્મિક મત કે આપના ધાર્મિક સુધારા વિષે જરાયે માન નથી, પણ આપની રાજકીય શક્તિ માટે આપ જીવો એમ અમે ઇચ્છીએ છીએ. અને તેથી આ૫ ઉપવાસ કરવાની જિદ પકડશે તો અમારે અમારી માન્યતાઓ ગજવામાં મૂકીને પણ આપની મદિરપ્રવેશની લડતમાં આ પને મદદ કરવી પડશે. આ જે બળાત્કાર ન હોય તો એ શબ્દનો અર્થ અમે સમજતા નથી.” મારો જવાબ આ છે. હિંદુસ્તાનમાં હું અગ્રેસર ગણાઉં છું, એટલા માટે હું મારી દીર્ઘકાળથી સેલી દૃઢ માન્યતાઓ છોડી દઉં એવી અપેક્ષા ન રાખવી જોઈ એ; અથવા તો રાજકીય ક્ષેત્રમાં મારો કંઈક પ્રભાવ પડે છે એ કારણે મારી સામાજિક પ્રતિષ્ઠા કે રાજકીય સત્તા ટકાવી રાખવા સારુ મારાથી મારી ધર્મશ્રદ્ધાનું સાટું ન કરી શકાય કે તેના પર રચાયેલી હિલચાલને બંધ ન પાડી શકાય. બીજુ બધું એ ધર્મશ્રદ્ધા આગળ ગૌણ છે ને એમાંથી જ ઉદ્ભવેલું છે. એને ફગાવી કે દબાવી દેવાનું મને કહેવું એ મને આપઘાત કરવાનું કહેવા કરતાંયે ભૂંડ છે. હું એમ પણ કહેવાની હિંમત કરું કે જેઓ મારી પ્રતિષ્ઠા કે રાજકીય પ્રભાવ વિષેના પોતાના આદર કરતાં પોતાની માન્યતાઓને ગૌણું માને છે તેમની કંઈ પણ માન્યતાઓ હોય તો તે છીછરી જ હોવી જોઈએ. માન્યતાઓ એથી વધુ ઊંડી ને અવિચળ હોય છે. માણસોએ પોતાની માન્યતાઓને ખાતર સર્વસ્વ હોડમાં મૂકવાના દાખલા આપણે જાણીએ છીએ. એટલું થયા પછી જ માન્યતાને ધમની પદવી મળે. ભગવાનને ભરોસે આ જ સજન પૂછે છે : “ બિચારા ગ્રામરિન શું કરે ? એક બાજુ આપ અને શ્રી કેલપ્પન ઉપવાસ કરો. બીજી બાજુ એક હજાર નાફેરવાદીઓએ એમ જ કરવાનો સંકલ્પ કર્યો કહેવાય છે. ત્યારે ગ્રામરિન ને રાજી કરે ? ” હું જરા પણ સંકોચ વિના જવાબ આપું છું કે ઝામોરિને એકે પક્ષને રાજી કરવાનો નથી. તેમણે સત્યનારાયણને રાજી કરવાના છે. તેમણે પોતાના ધર્મનું પાલન કરવાનું છે, ને તેમ કરતાં હજારો નાફેરવાદીઓની,