પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ધર્મ રક્ષાને કાજે શ્રી કેલપ્પનની અને મારી આહુતિ આપવી પડે તો તે આપવાની હિંમત તેમનામાં હોવી જોઈએ. તો તેઓ આજની તેમ જ ભવિષ્યની પેઢીઓના આદરને પાત્ર થશે. ઉપવાસી સંધની સંભાળ તો ભગવાન રાખશે. ઉપવાસ કરનારા પિતાને જે સત્ય દેખાય છે તેની રક્ષા કરવાને માટે ઉપવાસ આદરશે, અને સત્યનારાયણને એમનું જે કરવું હશે તે કરશે. જે તેમને ઉપવાસ અંતરની પ્રેરણાથી થયેલું હશે તો ઉપવાસમાં જ એમને એનું કળ મળી રહેશે, અને જે હેતુને માટે એ આદરેલા તે સિદ્ધ થયેલા દેખાય કે ન દેખાય પણ ઉપવાસ કરનારાઓને તો શ્રેય જ થશે. in ઈશ્વર અને અંતર્નાદ આ જ સજજન વળી પૂછે છે : - “ પણ આપ ઈશ્વરી પ્રેરણાની, અંતર્નાદની ને એવી બધી વાત કરો એ તો ઠીક છે. બીજા પણ એવો દાવો કરી શકે અને કરે પણ છે, પણું અમારા જેવા જેમને અંતનદ નથી અને જેમની પાસે લાકે આગળ વારે ઘડીએ બતાવવાના ઈશ્વર નથી તેમણે શું કરવું ને બેમાંથી કયા પક્ષ પર આસ્થા રાખવી ?” હું તો આટલું જ કહી શકું : તમે પેાતા સિવાય બીજા કોઈના પર આસ્થા ન રાખો. તમારે તમારા જ અંતર્નાદ સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈ એ. પણ ‘અંતર્નાદ’ શબ્દ તમારે ન જોઈતો હોય તો “બુદ્ધિના અવાજ' એ શબ્દ વાપરી. એ અવાજને તમારે અનુસરવું જોઈએ. અને જો તમારે ઈશ્વરને આગળ ન ધરવા હોય તો તમે બીજી કોઈ વસ્તુને આગળ ધરવાના જ એમાં મને શંકા નથી. એ વસ્તુ અંતે ઈશ્વરરૂપ જણાશે, કેમ કે સદ્ભાગ્યે આ વિશ્વમાં ઈશ્વર સિવાય બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ છે જ નહીં. હું એમ પણ કહ્યું કે અંતર્નાદની પ્રેરણાથી વર્તાવાના દાવા કરનાર દરેક જણને એ પ્રેરણા નથી હોતી. બીજી બધી શક્તિઓની જેમ આ શાંત, સૂક્રમ અંતર્નાદને સાંભળવાની શક્તિ મેળવવાને, કદાચ બીજી કોઈ પણ શક્તિની પ્રાપ્તિ માટે જોઈ એ તે કરતાં વધારે પૂર્વાભ્યાસ અને સાધનાની જરૂર રહે છે. અને જે દાવા કરનાર હજારામાંથી થોડાક પણ પોતાના દા સિદ્ધ કરવામાં સફળ નીવડે તે એટલાને ખાતર પણ લેભાગુ લોકોના દાવો ચાલવા દેવાનું ને સાંખવાનું જોખમ વહોરવું પડે તો વહારવા જેવું છે. એક જ વૃક્ષની શાખાઓ આટલું આ ગુજરાતી પત્રલેખકને વિષે. હવે અ ગ્રેજીમાં લખનાર એક સજજનના પ્રશ્નની ચર્ચા કરીને આ લેખ મારે સમાપ્ત કરવા જોઈએ. આ સજજનનો કાગળ લાંબા ને વિસ્તૃત દલીલથી ભરેલો છે, પણ મને લાગે છે કે નીચે આપેલા સારમાં એમના કહેવાના આશય આવી જાય છે: