પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વહલભભાઈને ઉકળાટ ડૉ. મુથુનો કાગળ : આ કહું છું તે માટે ક્ષમા કરશે. પણ તમે જી અને સાજાતાજા રહો એની આપણા લોકને જરૂર છે. તમારા વિના તેઓ શું કરશે ? ધણી. વિનાનાં સૂનાં ઢોર જેવી તેમની દશા થશે.” જવાબ : "I was much touched by your and your wife's very kind and loving letter. If the people need me in the present body and God wills it, I shall live till the people secure an honourable settlement. That will mean real freedom for our suppressed brethren. I need your and Mrs. Muthu's prayers to sustain me through the ordeal in front of me."

  • તમારા અને તમારાં પત્નીના ખૂબ માયા અને પ્રેમભર્યા પત્રની મારા હૃદય ઉપર ખૂબ અસર થઈ. લોકોને આ દેહે મારી જરૂર હશે અને ઈશ્વરેચ્છા હશે તો લોકો માનભર્યું સમાધાન મેળવે, જેથી આપણા દલિત બાંધાને સાચી સ્વતંત્રતા મળે, ત્યાં સુધી હું જીવતો રહીશ. તમારી અને શ્રીમતી મુથુની પ્રાર્થના આ અગ્નિપરીક્ષામાં મને ટકાવી રાખશે.”

- આજે છ વાગ્યે મેજર ભંડારી આવ્યા અને બાપુને ઘનશ્યામદાસ, સર પુરુષોત્તમદાસ, મથુરાદાસ વિસનજી ખીમજી અને સર ચૂનીલાલને મળવા લઈ ગયા. બાપુને મૌન હતું. બાપુએ કાલે રાત્રે જ કરારનો મુસદ્દો ઘડયો હતો. એના ઉપર આજે સવારે વલ્લભભાઈએ બહુ ઊકળીને વાત કરી હતી : આ વસ્તુ ખળભળાટ પેદા કરશે, એને માટે હિંદુ સમાજને નોટિસ જોઈએ, એ લોકોને તો તમારા ઉપવાસ છોડાવવા સાથે વાત છે. આ બધી માગણી કરી તો સમાજના ઉપર બળાત્કાર થાય, તમે સમાજને એમ. મજબૂત નથી કરી શકતા, વગેરે વગેરે. | બાપુએ સમજાવ્યું કે “૯ ઉપવાસ છાડવાને માટે આ નથી. પણ ઉપવાસ આજે છાડ' પછી ભાવિમાં મારું વર્તન કેવું હશે તે હું એ લોકોની પાસે છાનું કેમ રાખું ? સમાજની પાસે જે ઇચ્છું છું તે આવવું જ જોઈ એ. ભલે સમાજ છ માસની નાટિસ માગે. પણ તે દિવસે બધાં મંદિર, બધી શાળાઓ અને જાહેર સંસ્થાએ ખુલાં થવાં જ જોઈએ. એ વિષેના કરાર ઉપર મહારાજેની પણ સહી જોઈ એ. ” વલ્લભભાઈ : %f પણ આંબેડકરને એમાંનું કશું નથી જોઈતું. એને તા. પોતાની બેઠકો જોઈ એ છે.”