પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી અત્યાર સુધી આપનામાં કોમવાદ લવલેશ નહતો એ હું જાણું છું, પણ હવે આપ એકાએક કોમી લેબાસમાં પ્રગટ થયા છે. સ્વરાજને ખાતર કે કોમી એકતાને ખાતર આ૫ ઉપવાસ કરત તો હું તે સમજી શકત ને વાજબી ગણત. પણ હિંદુ ધર્મ માટેનો આપનો આ ઉપવાસ હું સમજી શકતા નથી. મે' આપને કદી હિંદુ માન્યા નથી, સંકુચિત હિંદુ તો હરગિજ માન્યા નથી. હરિજન જેઓ મંદિરમાં જવા માગતા નથી તેમને માટે મંદિર ખુલેલાં મૂકવાને શો અર્થ ?” આ સવાલ મને ગમે છે. હું જેવો છું તેથી જુદો કાઈની આગળ દેખાવાની મારી બિલકુલ ઈચ્છા નથી. મને હિંદુ ધર્મની કે હિંદુ જાતિની શરમ નથી. હું સંકુચિત હોવાનો સદંતર ઈનકાર કરું છું. કોઈ સંકુચિત સંપ્રદાય મને એક ક્ષણ પણ બાંધી ન શકે એવી મારી માન્યતા છે. અને અસ્પૃશ્યતાના “ અદકેરા અંગ’થી હિંદુ ધર્મ સંકુચિત સંપ્રદાય બની જાય એ કારણે જ મેં અસ્પૃશ્યતા સામે બળવો કર્યો છે. અને એ લંકને ધાવા માટે મારે પ્રાણાર્પણ કરવું પડે તોયે હું એને સાંધો સાદો ગણું. મારામાં કામવાદ બિલકુલ નથી, કેમ કે મારા હિંદુ ધર્મમાં સૌને સમાસ થાય એમ છે. એને નથી ઇસ્લામને વિરાધ, નથી ખ્રિસ્તી ધર્મના વિરેાધ કે નથી બીજા કોઈ પણ ધર્મને વિરાધ. એને તો ઈસ્લામ પ્રત્યે સદ્ભાવ છે, ખ્રિસ્તી ધર્મ પ્રત્યે સભાવ છે, જગતના બીજા તમામ પ્રચલિત ધર્મો પ્રત્યે સભાવ છે. મારે મન હિંદુ ધર્મ એ એક જ મહાવૃક્ષની અનેક શાખામાંની એક છે. એ ભિન્ન ભિન્ન શાખાઓના એકત્રિત બળ અને ગુણ પરથી જ આપણે એ વૃક્ષનાં મૂળની અને તેના ગુણની કિંમત આંકીએ છીએ. અને જો હું જેના પર બેઠેલો છું ને જે મને પાષણ આપે છે તે હિંદુ શાખાની સંભાળ લઉં તો મેં બીજી શાખાઓની પણ સંભાળ લીધી જ ગણાય. જો હિંદુ શાખાને ઝેર લાગેલું હોય તો એ ઝેર બીજી શાખાઓમાં પણ ફેલાવાનો સંભવ છે. જો એ શાખા સુકાઈ જાય તો એના સુકાવાથી વૃક્ષની શક્તિ ઓછી થશે. સુવણેનું પ્રાયશ્ચિત્ત આ પત્રલેખક અને એમના જેવા વિચારવાળા જે અત્યાર સુધીનું મારું કહેવું સમજ્યા હોય તો તેને જોઈ શકશે કે જે આ મારી કલ્પનાના હિંદુ ધર્મ માટે મરવાનું સદભાગ્ય ઈશ્વર મને આપશે તો મેં સર્વ કામની એકતા માટે તેમ જ સ્વરાજ માટે પૂરતું પ્રાણાર્પણ કર્યું ગણાશે. છેવટે, હું અગાઉ કહી ચૂકયો છું તે ફરીથી કહું છું કે મંદિરો ખૂલે તો હરિજને તેમાં જવા માગે કે નહીં એ પ્રશ્ન અપ્રસ્તુત છે. અસ્પૃશ્યતાનિવારણ એ હરિજના