પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સત્યાગ્રહીનું અંતિમ શરણ પર ઉપકાર કરવાની વાત નથી. એ તો સવણ હિંદુઓએ કરવાનું પ્રાયશ્ચિત્ત અને આત્મશુદ્ધિ છે, અને હિંદુ મંદિરો હરિજનો માટે ખુલ્લો મૂકવાં ને તેમાં તેમને નોતરવા એ સવર્ણોએ કરવાનાં અનેકમાંનું એક પ્રાયશ્ચિત્ત છે. ૧ ૧. સત્યાગ્રહીનું અંતિમ શરણ [ ગાંધીજીએ ત્રીજી ડિસેમ્બરે જે ઉપવાસ કરે ને જેને કારણે આ ખા દેશમાં ભારે ચિતા ફેલાઈ હતી તેનાં કારાગા સમજાવતાં બીજે દિવસે એટલે તા. ૪થીએ ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણ સંધના સભ્યને આખા પ્રકરણને સાર નીચે મુજબ કહી સંભળાવ્યો.] ઉપવાસનું મૂળ ઉપવાસના મૂળ કારણ વિષે અને સરકારની ને મારી વચ્ચે જે ઘટનાઓ બની તેને વિષે મારે જે કહેવું હોય તે કહેવાની પરવાનગી ઇન્સ્પેકટર જનરલે મને આપી છે, છતાં તેમણે આપેલી શ્યને પૂરો લાભ લેવાની મારી ઈચ્છા નથી. હું તમને જે બન્યું છે એને સાર આપી દઈશ, જેથી તમારી અસ્વસ્થતા મટે ને મારી સ્થિતિ વિષે ગેરસમજ ન પેદા થાય. e તમે જાણીને રાજી થશે કે ગઈ કાલે મે જે ઉપવાસ શરૂ કરેલો તે હમણાં અહીં આવતાં પડેલાં જ છોડ્યો છે. મારી સ્થિતિ અસાધારણ છે. જોકે મેં મારુ હૈયું કઠણ કરી નાખ્યું છે, છતાં કેટલીક એવી વસ્તુઓ છે જેની મારા હૃદય પર બહુ જ તીવ્ર અસર થાય છે. મહત્ત્વની બાબતો વિષે મારા મનમાં તારતમ્ય નથી, અને મારામાં જેમ મોટા કામને સારુ પ્રાણાર્પણ કરવાની શક્તિ છે તેટલી જ શક્તિ મારામાં સાથીના જીવનને સારુ મારા પ્રાણ પાથરવાની પણ છે. હવે આ બાબતમાં મારી સામે સવાલ એ હતો કે મારે એક પ્રિય સાથીને મરવા દઈને બેપરવાઈથી જીવવું કે એમની જિંદગી બચાવવાના પ્રયત્નમાં મારી જિંદગી જોખમમાં નાખવી ? - અપ્પાસાહેબ પટવર્ધન જેમનું નામ મેં સાંભળ્યું કે છાપાંમાં આવી ચૂક્યું છે તેઓ રત્નાગિરી જેલમાં કેદી છે. તેઓ મારા પ્રિય સાથી છે. અપાસાહેબ શુદ્ધ કુંદન છે. તે સેએ સો ટકા સત્યનિષ્ઠ છે. જેલના નિયામાંથી પસાર થઈને મારી પાસે ખબર આવ્યા કે અપ્પાસાહેબને હરિજનાની સેવા કરવી હતી તે તેમને ન કરવા દેવામાં આવી એટલા માટે તેમણે ઓછામાં ઓછા – કાયામાં પ્રાણ ટકી રહે એટલે જ ખોરાક લેવા