પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭e મહાદેવભાઈની ડાયરી શરૂ કર્યો છે. મેં સરકારને લખી શકાય એટલી સૌમ્યમાં સૌમ્ય ભાષામાં લખ્યું કે જે અપાસાહેબને રાહત આપવામાં નહીં આવે તે જે વેદના ને હાડમારી તેઓ ભોગવી રહ્યા છે તે જ મારે પણ ભેગવવી પડશે. મેં કહ્યું કે મારે ઉપવાસ કરવો પડશે. હું જે એમને પડતા મૂકે તો હું હરિજનાને પણ પડતા મૂકી શકું. અને જે માણસ સાથીઓને પડતા મૂકે છે તેની ઝાઝી કિંમત નથી. મારે ટૂંકી નોટિસ આપવી પડી કેમ કે મારી પાસે બીજો રસ્તો નહોતો. જોકે હું જાણું છું કે પાસાહેબ વજુછાતીના માણસ છે છતાં અતિઅપ આહાર કરનારને જે વેદના ભેગવવી પડે તેની ક૯૫ના મને હતી, એટલે મારે ટૂંકી નોટિસ આપ્યા વિના છૂટકો નહોતા. મને કહેતાં આનંદ થાય છે કે મારો ઉપવાસ હું તાડી શકળ્યો એવા સંજોગો ઊભા થયા છે, છતાં એનો અર્થ એવો નથી કે આ પ્રકરણનો અંત આવ્યા છે, જેલખાતાના ઇન્સ્પેકટર જનરલ જેઓ અહીંયાં હતા તેઓ સરકાર જોડે મસલત ચલાવી રહ્યા છે ને બુધવારે સવારે કે તે પહેલાં સરકારના નિર્ણય મેળવવાની આશા રાખે છે. એ નિર્ણય આવે ત્યાં સુધી મેં ઉપવાસ માફક રાખ્યો છે. પણ મને આશા છે કે મારે એ ફરી શરૂ નહીં કરવા પડે. a મારી શારીરિક સુખાકારીને વિષે તો હું કહું કે મારી સંભાળ અહીં રખાય છે તેના કરતાં સારી કયાંયે ન રાખી શકાય. અને કોઈ એમ ન માની લે કે સરકારને મારી જિંદગી વિષે જરાયે પરવા નથી કે તે મને જેલમાં મરેલા જોવા ઈચ્છે છે. મને છોડવાનો જ હોય તો મને મારી ઉંમરના પ્રમાણમાં પૂરેપૂરી તંદુરસ્તી સાથે છુટેલા જોવાને સરકાર પ્રામાણિકપણે ઇચ્છે છે. પ્રસ્તુત બાબતમાં મેં બહુ જ નાની માગણી કરી હતી, પણ સરકારને કદાચ લાગ્યું હશે કે એ વધારા પડતી હતી. પણ મને લાગે છે કે તેઓ હવે આ નાજુક સ્થિતિ સમજશે ને માગેલી રાહત આપશે. ઉપવાસના સંબંધમાં બીજી બાબતો છે તેમાં ઊતરવું મને પસંદ નથી. સરકારની ને મારી વચ્ચે જે પત્રવ્યવહાર થયા છે તે સરકાર પ્રસિદ્ધ કરે તો બહુ જ સારું થાય. પણ એ હું એના પર જ છેડી દઉં છું. અહિંસા અને ઉપવાસ મને આશા છે કે મેં તમને જે કહ્યું એ પરથી તમારી ખાતરી થશે કે મૂર્ખાઈથી, ઉતાવળે કે અણસમજમાં પગલું ભર્યું નથી. તમે મને ઓળખે છે એટલે આવા પ્રસંગ ફરી ઊભો થાય તો મારે આવી જ રીતે વર્તવું એમ તમે ઇચ્છશે. મારી પોતાની બાબતમાં તો કહે કે મેં વર્ણવ્યા એવે પ્રસંગે જો મારાથી બને એટલું બધું હું કરી ન છૂટું તો મારી નજરમાં